ટીવી અભિનેતા શિઝાન ખાનને શું થયું કે હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો!
ટીવી એક્ટર શિઝાન ખાનને લઇને એક મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. એમ જાણવા મળ્યું છે કે અભિનેતાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શિઝાન ખાનની તબિયત લથડતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. તેણે પોતે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ સમાચાર આપ્યા છે. આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે તેમને વર્ષનો આ સમય બિલકુલ પસંદ નથી. ટેલિવિઝનની જાણીતી અલિબાબા સિરિયલથી તે જાણીતો બન્યો હતો. એમાં તેની અભિનેત્રી તનિશા શર્મા હતી, બંને વચ્ચે અફેર હોવાની ભારે ચર્ચા હતી. ત્યાર બાદ અચાનક તનિશાએ સેટ પર જ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં કથિત રીતે શિઝાન ખાનની સંડોવણીનો અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો હતો.
તેમને સ્વાસ્થ્યના કયા કારણસર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એની તો જાણકારી મળી નથી, પણ અભિનેતાની નજીકના સૂત્રોે જણાવ્યું હતું કે એકધારા કામ કરવાને લીધે અભિનેતાની તબિયત લથડી ગઇ હતી.
ખતરો કે ખિલાડી-13માં ભાગ લઇ ચૂકેલા શિઝાન ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કર્યો છે, જેમાં જોવા મળે છે કે તેમને ગ્લુકોઝ ચઢાવવામાં આવી રહ્યો છે.
અભિનેતા શિઝાન ખાન છેલ્લે સીરિયલ ‘ચાંદ જલને લગા’માં છેલ્લે જોવા મળ્યા હતા. આપણે અભિનેતાને સાજા થવાની શુભેચ્છા આપીએ.