મનોરંજન

Hrithik Roshanને આ શું થયું? ફોટો પોસ્ટ કરી ફેન્સને આપ્યા News…

બોલીવૂડના ગ્રીક ગોડ તરીકે ઓળખાતા રિતિક રોશનના ફેન્સ માટે ચિંતા કરાવે એવા સમાચાર આવી રહ્યા છે. પોતાની ફિટનેસ, એક્ટિંગ અને ફિટ એન્ડ ફાઈન બોડીને કારણે ફેન્સનો લાડકો રિતિક રોશન અવારવાર સોશિયલ મીડિયા પર પોતાની ડે ટુ ડે લાઈફના અપડેટ્સ શેર કરતો રહે છે. એ જ સિલસિલામાં એક્ટરે હાલમાં જ એક પોસ્ટ કરી છે જે જોઈને ફેન્સને ધક્કો લાગી શકે છે.

વાત જાણ એમ છે કે રિતિકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે કાખઘોડીના સહારે ઉભેલો જોવા મળી રહ્યો છે અને તેની પેટ પર એક પટ્ટો પણ પહેર્યો છે. આ આ ફોટો પોસ્ટ કરતાં કેપ્શનમાં રિતિકે લખ્યું હતું કે ગુડ આફ્ટરનૂન… તમારામાંથી પણ કેટલા લોકોએ આ રીતે કાંખઘોડી કે વ્હીલચેર પર સમય પસાર કર્યો છે અને એ સમયે તમને કેવું લાગ્યું હતું?

આ પોસ્ટ સાથે સાથે એક્ટરે જણાવ્યું હતું કે ગઈકાલે અચાનક જ એક મસલ્સ ખેંચાવવા લાગી અને ધીરે ધીરે તે દુઃખાવો વધતો જ ગયો. કાંખઘોડી એ તો માત્ર એક રૂપક છે અને જો તમે એને મેળવો છો તો મેળવો છો. ઘણા લોકો પોતે કેટલા સ્ટ્રોન્ગ છે એ દેખાડવા માટે વ્હીલચેર કે કાંખઘોડીનો ઉપયોગ નથી કરતાં, પણ હકીકતમાં આવું ના કરવું જોઈએ. આ સાથે એક્ટરે પોતાના દાદાજીનો એક કિસ્સો પણ શેર કર્યો હતો.

ગર્લફ્રેન્ડ સબા આઝાદે રિતિકની પોસ્ટ પર કમેન્ટ કરી છે અને સબાએ કમેન્ટ બોક્સમાં લખ્યું છે કે માય લવ, તું ખૂબ જ મહાન છે… આ સિવાય નીલ નીતિન મુકેશે પણ રિતિકની પોસ્ટ પર કમેન્ટ કરી હતી કે ‘જલ્દી સ્વસ્થ થાઓ ‘. વરુણ ધવને લખ્યું હતું કે તમે જલ્દી સ્વસ્થ થઈ જશો. વાણી કપૂરે બ્લેક હાર્ટ કમેન્ટ કરી છે. ફેન્સ પણ પોતાનો ફેવરેટ સ્ટાર ઝડપથી સાજો થઈ જાય એ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રિતિક રોશન હાલમાં જ ફિલ્મ ફાઈટરમાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળી હતી. આ ફિલ્મ 25મી જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ હતી. હવે ટૂંક સમયમાં જ તે ફિલ્મ વોર-2માં પણ જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button