Shloka Mehtaને લઈને આ શું બોલ્યો Aakash Ambani? સાંભળીને હસી પડ્યા લોકો અને…

મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમના પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. બિઝનેસ સિવાય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે પણ અવારનવાર ટોક ઓફ ધ ટાઉન બને છે. હવે અંબાણી પરિવારના મોટા દીકરા આકાશ અંબાણી ચર્ચામાં આવ્યા છે. આકાશ અંબાણીએ હાલમાં મુંબઈમાં આયોજિત એક ટેક શોમાં ભાગ લીધો હતો અને એમાં તેણે કંઈક એવું કહ્યું હતું જે ખૂબ જ મજેદાર હતું. આનો સંબંધ શ્લોકા મહેતા સાથે છે, ચાલો જોઈએ આકાશે શું કહ્યું-
હાલમાં મહાકુંભ અને ત્યાર બાદ જામનગરના વનતારા ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે પણ અંબાણી પરિવાર ચર્ચામાં આવ્યો હતો. દરમિયાન મુંબઈમાં યોજાયેલા એક ટેક શોમાં ભાગ લીધો હતો. આકાશ અંબાણી પોતાના સેન્સ ઓફ હ્યુમરને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. આ શોમાં આકાશને પૂછવામાં આવ્યું કે શ્લોકા મહેતા સાથે ડેટ નાઈટ કે મિત્રો સાથે ગેમિંગ નાઈટ? આ સવાલનો આકાશે જે જવાબ આપ્યો એની તમે કલ્પના પણ નહીં કરી હોય. આકાશનો આ જવાબ જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો…ટૂંક સમયમાં તમને મળી શકે છે ખુશખબરીઃ ગલ્ફ અને અમેરિકાના દેશોમાં આ વસ્તુના ભાવ ઘટયાના અહેવાલો
આકાશે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે શ્લોકા સાથે ગેમિંગ નાઈટ. આકાશ અંબાણીનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે શ્લોકા અને આકાશે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે 2019માં લગ્ન કર્યા હતા. શ્લોકા અને આકાશ એક પાવર કપલ છે અને બંને જણ અવારનવાર સાથે જોવા મળે છે. બંને વચ્ચે ખૂબ જ સ્ટ્રોન્ગ બોન્ડ જોવા મળે છે. પૃથ્વી અને વેદાના જન્મ બાદથી તો કપલ વચ્ચે પ્રેમ ખૂબ જ વધી ગયું.
ફેબ્રુઆરીમાં જ આખો અંબાણી પરિવાર મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચ્યો હતો એ સમયે પણ આકાશ અને શ્લોકાના એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં બંને એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળ્યા હતા. બંને જણ ખૂબ જ ખુશ અને ઉત્સાહિત જોવા મળ્યા હતા. જ્યારે પણ આ કપલ એક સાથે જોવા મળે છે ત્યારે બંનેની સાદગી અને પ્રેમાળ અંદાજથી લોકોનું દિલ જિતી લેતા હોય છે.