સેલ્ફી ક્લિક કરી Female Fanએ Actor Prabhas સાથે આ શું કર્યું?
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ હાલમાં ચારે બાજુ ચર્ચાનો વિશય બની ગયો છે અને એનું કારણ છે તેની ફિલ્મ સાલાર… સાલારને ચારે બાજુથી દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે અને ઈન્ડિયન બોક્સ ઓફિસની સાથે સાથે જ ઓવરસીઝમાં પણ બંપર કમાઈ કરી રહી છે. પરંતુ હવે સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહ્યો છે જેમાં પ્રભાસ સાથે કંઈક એવું બની ગયું છે કે જેની કલ્પના પ્રભાસે પણ નહીં કરી હોય.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે પ્રભાક એરપોર્ટ પર છે અને લોકો એની સાથે સેલ્ફી ક્લિક કરાવવા માટે પડાપડી કરી રહ્યા છે. એવામાં એક ફિમેલ ફેન આવે છે અને જે પ્રભાસને જોઈને એકદમ એક્સાઈટેડ થઈ જાય છે અને એની સાથે ફોટો ક્લિક કરાવે છે અને તે એટલી બધી ખુશ થઈ જાય છે કે ફોટો ક્લિક કરાવ્યા બાદ તે પ્રભાસના ગાલ પર હળવી ટપલી મારીને ત્યાંથી હટી જાય છે અને એક્સાઈટમેન્ટથી ડાન્સ કરવા લાગી હતી.
ફિમેલ ફેનની આ હરકત બાદ પ્રભાસનું રિએક્શન પણ વાઈરલ થઈ રહ્યું છે. ફેનની આવી હરકત બાદ પ્રભાસ પણ સ્માઈલ કરીને પોતાના ગાલને સહેલાવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તમારી જાણ માટે કે આ વીડિયો અત્યારનો નહીં પણ જૂનો છે. પરંતુ સાલારની સાથે આ વીડિયોની ચર્ચા પરી એક વખત સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાલાર ફિલ્મ 22મી ડિસેમ્બરના થિયેટરમાં રિલીઝ થઈ હતી અને પહેલાં દિવસે જ તેણે રોકેટની સ્પીડથી કમાણી કરી રહે છે. મળી રહેલાં રિપોર્ટ અનુસાર 9 દિવસમાં દુનિયાભરમાં 578.29 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે જેમાંથી 329.62 કરોડ રૂપિયાની કમાણી તો માત્ર ભારતમાંથી થઈ છે. ફિલ્મમાં દમદાર એક્શન છે અને જે ઓડિયન્સને ખૂબ જ ગમી રહ્યું છે.