રવિના ટંડને દીકરીને ‘લવ એન્ડ વેડિંગ’ અંગે શું આપી સલાહ આપી?

મુંબઈ: બૉલીવૂડની અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon)ના ‘ટીપ ટીપ બારસા પાની’ના સોન્ગના તો સૌકોઈ દિવાના છે. નેવુંના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંથી એક રવિના ટંડન આજે પણ તેની અદાને લઈને લોકો વચ્ચે પ્રખ્યાત છે. હાલમાં રવિના તેની પ્રોફેશનલ લાઈફ સાથે તેની દીકરી રાશાને લઈને પણ જોરદાર ચર્ચામાં આવી છે. એક ઇન્ટરવ્યૂમાં રવિનાએ તેની દીકરી રાશાને લવ અને લગ્નને માટે એક સલાહ આપી હતી.
અભિનેત્રી રવિના ટંડને તેની દીકરીને પ્રેમ અને લગ્ન માટેની મહત્ત્વની સલાહ આપવાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. રવિનાએ એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં આજના સમયમાં લગ્નની કિંમત શું છે? અને તેની દીકરી રાશાની લવલાઈફ સાથે કરિયરને લઈને પણ વાત કરી હતી.
રવિનાને તેની દીકરી માટે તે શું એડ્વાઇઝ આપશે એવું પૂછવામાં આવ્યું હતું. આ સવાલનો જવાબ આપતા રવિનાએ કહ્યું હતું કે અત્યારે તેને (રાશાને) પોતાના કરિયર અને ભણતર પર ધ્યાન આપવું જોઈએ. હું નથી ઇચ્છતી કે તે હમણાં પ્રેમ અને લગ્ન કરવામાં કોઈ પણ ઉતાવળ કરે. યોગ્ય વ્યક્તિ સાથે સમય પસાર કર્યા બાદ જ નિર્ણય લો કે તમારે તે વ્યક્તિ સાથે લગ્ન કરવા જોઈએ કે નહીં. લગ્ન કરવા કોઈ મસ્તીની વાત નથી, તે એક મોટી કમિટમેન્ટ છે.
રવિના ટંડનના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તે આગામી સમયમાં ‘પટના શુક્લા’ અને અક્ષય કુમાર સાથે ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં દિશા પટણી, પરેશ રાવલ, જેક્લિન ફર્નાન્ડિસ, લારા દત્તા અને અરશદ વરસી પણ જોવા મળશે.