મનોરંજન

Well done Jhanvi Kapoor…અભિનેત્રીએ એક વિષય પર વાત કરી સૌને ચોંકાવી દીધા

Beauti with brain એમ ઘણીવાર આપણે કહીએ છીએ, જે વાત જહ્વાવી કપૂરે સાબિત કરી દીધી છે. શ્રીદેવી અને બોની કપૂરની દીકરીએ એક ઈન્ટરવ્યુમાં એવી તો મસ્ત મજાની વાતો કરી કે હૉસ્ટ સહિત સૌ કોઈ ચોંકી ગયા. જહ્વાવી કપૂર ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન શરણ શર્માએ કર્યું છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં તેની એક્ટિંગ અને ફિલ્મના કોન્સેપ્ટની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. જ્હાન્વી તાજેતરમાં જ આ ફિલ્મ માટે દિલ્હી આવી હતી. તે ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે દેશમાં પ્રચલિત જાતિવાદ વિશે વાત કરી હતી. આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેમણે મહાત્મા ગાંધી અને ડૉ. ભીમરાવ આંબેડકર વિશે વાત કરી.

https://twitter.com/i/status/1794018366778466456

જ્હાન્વી કપૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આંબેડકર અને ગાંધીજીના પ્રવચન વિશે વાત કરી રહી છે. જ્હાન્વી વીડિયોમાં કહે છે, મને લાગે છે કે આંબેડકર અને ગાંધી વચ્ચેની ચર્ચા ખૂબ જ રસપ્રદ છે. તેઓ શેના માટે લડ્યા છે અને સમય સાથે તેમના વિચારો કેવી રીતે બદલાયા છે અથવા તેઓએ એકબીજાને કેવી રીતે પ્રભાવિત કર્યા છે તે વિશેની ચર્ચા છે.

જાહ્નવી કપૂરે આગળ કહ્યું, બંનેએ આપણા સમાજને ઘણી મદદ કરી છે, તેથી તેઓ એકબીજા વિશે શું અનુભવે છે તે એક રસપ્રદ ચર્ચા છે. આંબેડકર શરૂઆતથી જ ખૂબ જ કડક અને સ્પષ્ટ હતા કે તેમનું વલણ શું હતું, પરંતુ મને લાગે છે કે ગાંધીજીના વિચારો બદલાતો રહ્યા કારણ કે તેમણે આપણા સમાજમાં પ્રવર્તતા જાતિ આધારિત ભેદભાવનો પર્દાફાશ કર્યો.”
જાહ્નવી કપૂરે આગળ કહ્યું કે ત્રીજા વ્યક્તિના દૃષ્ટિકોણથી તેના વિશે વધુ જાણવું અને તેનો અનુભવ કરવો એ એકબીજાથી ખૂબ જ અલગ છે. જ્હાન્વી કપૂરની આ વીડિયો ક્લિપ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો તેને બુદ્ધિશાળી સ્ટાર કિડ કહી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button