મનોરંજન

‘વેલકમ-3’નું ટીઝર થયું રિલીઝ, 19 વર્ષ બાદ રવિના-અક્ષય એકસાથે જોવા મળશે

બોલીવુડ અભિનેતા અક્ષયકુમાર આજે તેમનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને બર્થડે પર તેમણે ચાહકોને એક મોટી સરપ્રાઇઝ આપી છે.

અક્ષયકુમારે તેમની અપકમિંગ ફિલ્મ ‘વેલકમ-3’નું ટીઝર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં કુલ 25 કલાકારો છે. લગભગ 19 વર્ષ બાદ અક્ષય-રવિનાની જોડી આ ફિલ્મમાં એકસાથે દેખાશે. આ ઉપરાંત મિકાસિંહ અને દલેર મહેંદી બંને આ ફિલ્મમાં કોમેડી કરતા જોવા મળશે.

આ ફિલ્મની સ્ટારકાસ્ટની લીસ્ટ ઘણી લાંબી છે. સંજય દત્ત, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, પરેશ રાવલ, જોની લીવર, રાજપાલ યાદવ, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કૃષ્ણા અભિષેક, રવિના ટંડન, લારા દત્તા, જેકલીન ફર્નાન્ડીઝ, દિશા પટની સહિતના કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે.

‘વેલકમ 3’નું નિર્દેશન ‘બાગી 2’ અને ‘બાગી 3’ ફેમ ડિરેક્ટર અહેમદ ખાને કર્યું છે. જ્યારે તેની વાર્તા ફરહાદ સામજીએ લખી છે. બે દિવસમાં અક્ષયની આ બીજી ફિલ્મની જાહેરાત છે. અગાઉ 7 સપ્ટેમ્બરે તેમણે ‘મિશન રાનીગંજ’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના અવસર પર 20 ડિસેમ્બરે રિલીઝ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button