લગ્નના દિવસે જ હાઈવે પર આ શું કરતી જોવા મળી દુલ્હન, યુઝર્સે કહ્યું આગ લગા દી આપને તો…
હેડિંગ વાંચીને તમે પણ વિચારવા લાગ્યા હશો કે આખરે લગ્નના દિવસે એવું તે શું કર્યું નવવધુએ કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો અને વીડિયો વાઈરલ થયો તો થયો પણ યુઝર્સે પણ તેના વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે ભાઈ આગ લગા દી આપને તો… ચાલો તમને જણાવીએ આખો કિસ્સો…
વાત જાણે એમ છે કે પહેલાંના દિવસોમાં જ નવવધુની એન્ટ્રી ડોલીમાં કે પાલખીમાં થતી હતી, પરંતુ હવે સમય બદલાયો છે અને વરરાજાની જેમ જ નવવધુઓ પણ જાત જાતની એન્ટ્રી લેતી થઈ ગઈ છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી બ્રાઈડલ લૂકમાં બાઈક ચલાવી રહી છે. દુલ્હનનો આ જબરજસ્ત સ્ટાઈલ અને સ્વેગ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં યુવતી લાલ કલરના સુંદર બ્રાઈડલ આઉટફિટમાં જોવા મળે છે અને તે જેટલી સ્ટાઈમાં સ્પોર્ટ્સ બાઈક પણ ચલાવી રહી છે. આ વીડિયો પર યુઝર્સ જોરદાર કમેન્ટ્સ અને લાઈક કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે ભાઈ દુલ્હનનો આ અનોખો અંદાજ ખરેખર ખૂબ જ લાજવાબ છે. બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે લગ્નની આ સૌથી અનોખી રાઈડ છે.
વીડિયો જોઈને જ ખ્યાલ આવે છે કે યુવતી ફોટોશૂટ માટે હાઈવે પર આ સુપરબાઈક દોડાવી રહી છે. આ દરમિયાન પાછળથી નીકળી રહેલાં અનેક રાઈડર્સ યુવતીને થમ્સઅપ કરતાં જઈ રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર itz__tuba44 નામની આઈડી પર શેર કરવામાં આવ્યો છે અને હજી સુધી કરોડો લોકો આ જોઈ ચૂક્યા છે.