13 વર્ષથી અમારી વચ્ચે શારીરિક સંબંધો નથીઃ આ જાણીતા અભિનેતાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
અમદાવાદઃ ખૂબ જ જાણીતી મહાભારત (Mahabharat) ટીવી સિરિયલમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવનાર નીતિશ ભારદ્વાજ (Nitish Bhardwaj) છેલ્લા ઘણા સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. અભિનેતાએ તેમના આઈએએસ પત્ની પર અગાઉ પણ આક્ષેપો કર્યા છે અને હવે ફરી તેમણે ચોંકાવનારા ખુલાસા પોતાના અંગત જીવન પર કર્યા છે.
નીતિશે (Nitish) એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે મારી પત્ની Smita સાથે છેલ્લા 13 વર્ષથી શારીરિક સંબંધો નથી. અમે બન્ને શરીર કે મનથી એક નહીં પણ અલગ અલગ છે. છેલ્લા 13 વર્ષથી અમારી વચ્ચે વૈવાહીક સંબંધો એટલે કે સેક્સ્યુઅલ રિલેશન નથી. નીતિશે એમ પણ કહ્યું કે જ્યારે પણ હું તેની સાથે હોઉં ત્યારે તે છોકરીઓ સાથે રહેતી અને મને અલગ એક રૂમમાં રહેવા કહેતી હતી.
નીતિશે એમ પણ કહ્યું કે મારી પત્નીના અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ મને લોકોએ કહ્યું કે તે સારી સ્ત્રી છે તેથી મેં લગ્ન કર્યા. હું જ્યારે તેનાં પહેલા પતિને મળ્યો ત્યારે મને સમજાયું કે તે સ્ત્રી પુરુષના સંબંધોમાં માનતી જ નથી. તે ખૂબ જ ઉદ્ધત છે. જો તેને આવા સંબંધો નહોતા જોઈતા તો મારી સાથે લગ્ન શા માટે કર્યા આવો સવાલ પણ તેમણે પૂછ્યો હતો. આ સાથે એવો આક્ષેપ પણ કર્યો હતો કે તે મહિને સાડા ત્રણ લાખ કમાઈ છે, પરંતુ તમામ ખર્ચ મારી પાસેથી લે છે.
નીતિશે અગાઉ પત્ની દીકરીઓને મળવા ન દેતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેમના આવા આક્ષેપોથી ચાહકો પણ ચોંકી ઉઠ્યા છે. જોકે આ મામલે તેમના પત્નીએ કોઈ પ્રતક્રિયા આપી નથી.