ટીવીની નાગિન બનીને ઘરે ઘરે પહોંચી ગયેલી એક્ટ્રેસનો જૂઓ નવો લુક…
ટીવીની નાગિન બનીને ઘરે ઘરે પહોંચી ગયેલી અને કરોડોના દિલ પર રાજ કરનારી એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે અને તે અવારનવાર પોતાના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી હોય છે. તેના ફોટો પોસ્ટ કર્યાની ગણતરીની સેકન્ડમાં જ વાઈરલ થઈ જતા હોય છે. હાલમાં એક્ટ્રેસ ઓફ શોલ્ડર ડ્રેસમાં ફોટો પોસ્ટ કરીને ફેન્સને પસીનો વળી ગયો હતો.
મૌની રોયની ફેશન સેન્સ એકદમ કમાલની છે અને તેની આ અનોખી સ્ટાઈલ સ્ટેટમેન્ટ ફેન્સને ખૂબ જ પસંદ પણ આવતી હોય છે. મૌનીએ હાલમાં જ એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેનો કિલર લૂક દેખાઈ રહ્યો છે. આ કિલર લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મૌનીએ પોસ્ટ કરેલાં આ ફોટોમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી હતી. મૌનીના આ ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે.
મૌનીએ ઓફ શોલ્ડર ઓફવાઈટ કલરનો આઉટફૂટ પહેર્યો છે અને એમાં તે કમાલની સુંદર લાગી રહી છે. મૌની સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. મૌનીના આ ફોટો જોઈને ફેન્સ પોતાની નજર તેના પરથી હટાવી શક્યા નહોતા. ફેન્સ મૌનીના આ ફોટો પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ વરસાવી રહ્યા છે. મૌનીએ નાના પડદાથી મોટા પડદા સુધી પોતાની એક અલગ છાપ છોડી છે.