મનોરંજન

આ તારીખે રિલીઝ થશે ‘વોર-ટુ’, રિતીક રોશન અને જુનિયર એનટીઆર મચાવશે તરખાટ

યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની આગામી ફિલ્મ ‘વોર-ટુ’ની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મમાં રિતીક રોશનની સાથે જુનિયર એનટીઆર જોવા મળશે. આમ વધુ એક ફિલ્મમાં બોલીવુડ અને સાઉથનું રોમાંચક મિશ્રણ જોવા મળશે. હાલમાં જ રિતીકે ‘ટાઇગર-3’માં કેમિયો કર્યો હતો.

ફિલ્મ ક્રિટિક્સ તરણ આદર્શે સોશિયલ મીડિયા સાઇટ X પર જાહેરાત કરતા જણાવ્યું હતું કે YRF દ્વારા ‘વોર-ટુ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.. સ્વતંત્રતા દિવસ અને વિકએન્ડ 2025..14 ઓગસ્ટ 2025ના રોજ બોક્સઓફિસ પર રિલીઝ થશે..

આ ફિલ્મનું દિગ્દર્શન ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘યે જવાની હૈ દિવાની’ ફેમ અયાન મુખર્જી કરશે. વોરનો પહેલો ભાગ વર્ષ 2019માં રજૂ થયો હતો. જેને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી હતી. વોરમાં રિતીક રોશનની સાથે ટાઇગર શ્રોફની જોડી જોવા મળી હતી. ‘વોર-ટુ’માં લીડ એક્ટ્રેસ તરીકે કિયારા અડવાણીનું નામ સામે આવી રહ્યું છે. જો કે મેકર્સે હજુસુધી સત્તાવાર જાહેરાત કરી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button