હેં! વૉર-2ના સ્ટાર્સ રીતિક-જૂનિયર એનટીઆર એક સ્ટેજ પર સાથે નહીં દેખાય?

રીતિક રોશન અને જૂનિયર એનટીઆરને ચમકાવતી વૉર-2ની ઘણા દર્શકો રાહ જોઈ રહ્યા છે. પહેલીવાર રીતિક સાથે સાઉથનો સુપરસ્ટાર જૂનિયર એનટીઆર પદડા પર જોવા મળશે. આરઆરઆર ફિલ્મ બાદ હિન્દી ફિલ્મોના દર્શકોમાં પણ જૂનિયર એનટીઆર લોકપ્રિય છે ત્યારે રીતિક સાથેની તેની કેમેસ્ટ્રી કેવી છે તે જોવાની ઈચ્છા દર્શકોની છે, પરંતુ દર્શકો માટે એક બેડ ન્યૂઝ છે. તેમણે જો આ બન્નેને સાથે જોવા હશે તો થિયેટરમાં જ જવું પડશે કારણ કે ફિલ્મ પહેલા બન્ને સાથે ન આવે તેવું પ્રોડક્શન હાઉસે નક્કી કર્યું છે.
આ ફિલ્મ રાની મુખરજીના પતિ આદિત્ય ચોપરા પ્રોડ્યુસ કરી રહ્યા છે અને યશરાજ બેનર્સની સ્ટ્રેટેજી પ્રમાણે માર્કેટિંગમાં આ બન્ને સાથે દેખાશે નહીં. કોઈ પ્રેસમિટ કે પ્રમોશનલ વીડિયોમાં બન્ને સાથે જોવા નહીં મળે. કારણ કે દર્શકો તે બન્નેને એકસાથે પહેલીવાર થિયેટરમાં જોઈ તેવી પ્રોડક્શન હાઉસની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે, તેમ એક અહેવાલ જણાવે છે.
જોકે આ પહેલીવાર નથી. અગાઉની આ પ્રકારની સ્પાય યુનિવર્સની ફિલ્મોમાં પણ આ અખતરો કરવામાં આવ્યો છે. વૉર-1માં રીતિક અને ટાઈગર ફિલ્મની રિલિઝ પથછીની સક્સેસ પાર્ટીમાં જ સાથે દેખાયા હતા તો શાહરૂખ પઠાણ ફિલ્મ પહેલા કોઈ પ્રમોશનલ ઈવેન્ટ્સમાં દેખાયો ન હતો.
આજકાલ ફિલ્મો જેટલું જ ધ્યાન તેના પ્રમોશનમાં આપવામાં આવે છે. જોકે સતત લોકો સામે દેખાતા કલાકારો ક્યારેક ફિલ્મ જોવાની ઈચ્છા ઓછી પણ કરી દે છે. ઘણીવાર પ્રમોશનના નામે વાહિયાત નુસખા અપવવામાં આવે છે તો ક્યારેક ખોટા વિવાદો પણ ઊભા થાય છે. જોકે દર્શક માત્ર સારી સ્ક્રિપ્ટ પસંદ કરતા હોય છે, આથી પ્રમોશનનો ફાયદો માત્ર ઑપનિંગ વિકમાં મળે છે, પછીથી ફિલ્મ તેના મેરિટ આધારે આગળ વધતી હોય છે.
હવે યશરાજ બેનર્સને તેમની માર્કેટિંગ સ્ટ્રેટેજી કેટલી ફળે છે તે તો ફિલ્મ રિલિઝ થશે પછી જ ખબર પડશે.
આ પણ વાંચો…વૉર-2ના ટીઝરમાં કિયારાનો લૂક થયો વાયરલઃ બે સેકન્ડમાં મહેફીલ લૂંટી લીધી