વ્હાઈટ કલરના ઓફશોલ્ડર ડ્રેસમાં એક્ટ્રેસે આપ્યા કાતિલ પોઝ, યુઝર્સે કહ્યું આ તો…

બોલીવૂડ એક્ટ્રેસ પછી એ કોઈ પણ કેમ ના હોય, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને કઈ રીતે લાઈમલાઈટ ચોરી શકાય એ તેમને બખૂબી આવડે જ છે. ફિલ્મો હાથમાં હોય કે ના હોય સોશિયલ મીડિયા પર ફોટોશૂટના ફોટો અને વીડિયો શેર કરીને તેઓ ફેન્સ સાથે ટચમાં રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર બોલીવૂડ એક્ટ્રેસ વામિકા ગબ્બીના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. વ્હાઈટ કલરના બોલ્ડ આઉટફિટમાં વામિક ગજબની સુંદર લાગી રહી છે કે યુઝર્સ તેના પરથી નજર હટાવી શક્યા નહોતા. આવો જોઈએ શું છે ખાસ આ આઉટફિટમાં…

બોલીવૂડ એક્ટ્રેસ વામિકા ગબ્બીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા હતા. આ ફોટો જોઈને યુઝર્સ એકદમ ફ્લેટ થઈ ગયા હતા. આ ફોટોમાં વામિકાનો એકદમ સ્ટાઈલિશ અવતાર જોવા મળી રહ્યો છે. ઓફ શોલ્ડર ડ્રેસમાં વામિકાએ ટેબર એકથી ચઢિયાતા એક કાતિલ પોઝ આપ્યા હતા.
આ પણ વાંચો: સૈયારાના આ અભિનેતાએ અભિનય છોડી કરી હતી ખેતી, માથે થઈ ગયું કરોડોનું દેવું પણ…
આ ફોટો એક્ટ્રેસે પોતાના એકાઉન્ટ પરથી શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે મુસ્કુરાને કી બાત કરતે હો… નેટિઝન્સ વામિકાના આ લૂક પર ખૂબ જ વ્હાલ વરસાવી રહ્યા છે. અત્યાર સુધીમાં આ ફોટો હજારો લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર આ ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે.
યુઝર્સ વામિકાના ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે વામિકાના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ઈન્ટરનેશનલ ક્રશ. બીજા એક યુઝરે લખ્યું હતું કે ખુબસુરત. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે નેચરલ બ્યુટી.
આ પણ વાંચો: 33 વર્ષની કારકિર્દી, 90થી વધુ ફિલ્મો…..શાહરુખ ખાનને પહેલીવાર મળ્યો નેશનલ એવોર્ડ મળ્યો!
અત્રે ઉલ્લેખનીય છે કે સાઉથની સુપરસ્ટાર રશ્મિકા મંદાનાને લોકો નેશનલ ક્રશ કહી રહ્યા છે અને હવે વામિકા ગબ્બીને ઈન્ટરનેશનલ ક્રશ સાથે સરખાવી દીધી છે. તમે પણ વામિકાના આ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…