મનોરંજન

Aishwarya Rai-Bachchan ના એક્સ બોયફ્રેન્ડે Abhishek Bachchan ને લઈને કહી એવી વાત કે…

બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishawarya Rai-Bachchan) પહેલાં પોતાના અફેયર્સને કારણે અને હવે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને કારણે ચર્ચામાં આવે છે. હવે આ બધી ધાંધલી વચ્ચે ઐશ્વર્યાના એક્સ બોયફ્રેન્ડ અને બોલીવૂડ એક્ટ્રેસ (Vivek Oberoi)એ આટલા વર્ષો બાદ ઐશ્વર્યા રાય-બચ્ચન સાથેના સંબંધો અને અભિષેક બચ્ચન માટે એવી વાત કહી છે કે જે સાંભળીને તમારા હોંશ ઉડી જશે. ચાલો તમને જણાવીએ-

હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં વિવેકે ઐશ્વર્યા અને સલમાન વિશે કમેન્ટ કરતાં બંનેને નકલી ગણાવ્યા હતા તો અભિષેક બચ્ચનને સ્વીટહાર્ટ ગણાવ્યો હતો. ઐશ્વર્યા-સલમાન સાથેના જૂના સંબંધો વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં વિવેક ઓબેરોયે કહ્યું હતું કે કદાચ હું એક વિચિત્ર વ્યક્તિ બની ગયો હોત અને વિચિત્ર જિંદગી જીવતો હોત. પ્લાસ્ટિક સ્માઈલવાળા લોકોની વચ્ચે હું ખુદ પ્લાસ્ટિક બની ગયો હોત. અત્યારે લોકો મને ટ્રોલ કરી રહ્યા છે તો મને ખાસ કંઈ ફરક નથી પડતો.

આ પણ વાંચો : દેસી લૂકમાં આ રીતે છવાઈ બચ્ચન પરિવારની સદસ્ય, Aishwarya Rai-Bachchan ને આપી ટક્કર…

ટૂંકમાં વિવેકે ઐશ્વર્યા અને સલમાન ખાનને પ્લાસ્ટિક સ્માઈલવાળા ગણાવી દીધા હતા. પરંતુ કહાનીમાં ટ્વીસ્ટ તો ત્યારે આવ્યો જ્યારે તેને અભિષેક બચ્ચનને ળઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. અભિષેક બચ્ચન માટે વિવેકે કહ્યું હતું કે તે એક સ્વીટહાર્ટ છે અને એક ખૂબ જ સારો માણસ પણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને વિવેક ઓબેરોયના અફેયર કરતાં તેમનું બ્રેકઅપ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતુ અને તે એક વર્લ્ડ ન્યુઝ બની ગયા હતા. તેણે એ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ તમારા જીવનમાંથી જાય છે તો એને એ રીતે જુઓ કે એક બાળક પોતાનું લોલીપોપ નીચે માટીમાં પાડી દે છે તો મમ્મી એને પાછું કાવા નહીં દે, કારણ કે તે ખરાબ થઈ ગયું છે. જિંદગી તમને એક નવો પાર્ટનર આપશે. જેટલું તમે દર્દ સાથે રહેશો, એ એટલું જ વધતું જશે. હું મારા અંગત અનુભવ પરથી આ વાત રહી રહ્યો છું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિવેક ઓબેરોય છેલ્લી વખત 2019માં પીએમ નરેન્દ્ર મોદી પર બનાવવામાં આવેલી બાયોપિકમાં જોવા મળ્યો હતો અને આ સિવાય તેની પાસે કોઈ મલયાલમ ફિલ્મ હોવાની ચર્ચા પણ સાંભળવા મળી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button