મનોરંજન

વિવેક અગ્નીહોત્રીએ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓના ફોટોમાંથી આ સેલિબ્રિટીને કરી કર્યો ક્રોપ?: સોશિયલ મીડિયા પર ચર્ચા

મુંબઇ: 69માં રાષ્ટ્રીય પુરસ્કારોની 24મી ઓગષ્ટના રોજ જાહેરાત થઇ હતી. સાહિત્ય અને કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામ કરનારા કલાકારોને ભારત સરકાર દ્વારા દર વર્ષે સન્માનીત કરવામાં આવે છે. ત્યારે ગઇ કાલે એટલે કે 17મી ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે આ પુરસ્કાર સમારંભ યોજાયો હતો. ત્યારે આ પુરસ્કારના વિજેતાઓનો એક ગૃપ ફોટો દિગ્દર્શક વિવેક અગ્નીહોત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

આ ફોટોમાંથી વિવેક અગ્નીહોત્રીએ કરણ જોહરનો ફોટો ક્રોપ કરીને પોસ્ટ કરતા હાલમાં આ ફોટો પર સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચાઓ થઇ રહી છે.

હિન્દી ફિલ્મ જગત અને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારોને આ વખતે નેશનલ એવોર્ડ એનાયત થયો છે. સર્વોચ્ચ અભિનેતાનો એવોર્ડ પુષ્પા ફેમ અલ્લૂ અર્જુનને મળ્યો છે. જ્યારે ઉત્કૃષ્ટ અભિનેત્રીનો પુરસ્કાર આલિયા ભટ્ટ તથા ક્રિતી સેનોનને ગંગૂબાઇ કાઠિયાવાડી અને મીમી માટે ડિવાઇડ કરીને આપવામાં આવ્યો છે. ઉપરાંત મીમી ફિલ્મ માટે પંકજ ત્રિપાઠીને પણ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો છે.


આ બધા સાથે વિવેક અગ્નીહોત્રીની ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મને નર્ગિસ દત્ત પુરસ્કાર આપાવામં આવ્યો છે. જ્યારે કરણ જોહરની ફિલ્મ શેરશાહને સ્પેશીયલ જ્યુરી પુરસ્કાર એનાયત થયો છે. આ એવોર્ડ બાદ વિવેક અગ્નીહોત્રીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી એક પોસ્ટ કરી છે જે હાલમાં ખૂબ ચર્ચામાં છે. આ એવોર્ડ ફંક્શનના કેટલાંક ફોટો વિવેક અગ્નીહોત્રીએ તેના એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યા છે. જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનારા બધા જ કલાકારોનો એક ગૃપ ફોટો પણ જોવા મળે છે.


આ ફોટોમાં વિવેકે કરણ જોહરને ક્રોપ કર્યો હોવાની ચર્ચા થઇ રહી છે. આ ફોટોમાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનારા લગભગ તમામ કલાકારો જોવા મળી રહ્યાં છે. પણ ખાલી કરણ જોહર જ આ ફોટોમાં ન દેખાતો હોવાથી વિવેક અગ્નીહોત્રીને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button