ગાંધીજીને ખજુરાહોના મંદિરો પસંદ નહોતા, વિશાલ ભારદ્વાજે કેમ આવું કેમ કહ્યું…

મુંબઈ. બોલિવૂડમાં કેટલાક એવા ડાયરેક્ટર છે જે બેબાક રીતે નિવેદનો આપવા માટે ફેમસ છે. આવા ડાયરેક્ટરોની ફિલ્મો પણ એકદમ અલગ જ વિષયની હોય છે. તેઓ મોટાભાગે સમાજના એવા વિષયો પર ફિલ્મો બનાવે છે જે ખરેખર લોકો દ્વારા જીવાતી ઘટનાઓ હોય એક રીતે કહી શકાય કે એવા સબ્જેક્ટ હોય છે જે ખરેખર ટચી હોય છે. આવા જ એક ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજ છે, જેઓ હાલમાં પોતાની ફિલ્મ ‘ખૂફિયા’ માટે ચર્ચામાં છે.
હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન વિશાલે કેટલાક વિષયો પર ખુલીને વાત કરી હતી અને આ દરમિયાન તેણે ગાંધીજી પર પણ ટિપ્પણી કરી હતી. તેમને કહ્યું હતું કે ગાંધીજીને ખજુરાહો મંદિર પસંદ નહોતું. તેણે આવી ટિપ્પણી શા માટે કરી? તે એક પ્રશ્ર્ન છે.
મકબૂલ, હૈદર, ઓમકારા જેવી ફિલ્મો બનાવી ચુકેલા વિશાલ ભારદ્વાજ પોતાના વિચારો અંગે હંમેશા સ્પષ્ટ રહે છે. હાલમાં જ વિશાલ ‘ખૂફિયા’ના પ્રમોશન માટે આવ્યા હતા ત્યાં તેમણે ફિલ્મ વિશે ઘણી વાતો કરી અને કેટલાક વિષયો પર તેમના વિચારો વ્યક્ત કર્યા જેમાં કેટલાક એવી પણ બાબતો હતી જેના પર સામાન્ય રીતે આપણે બોલવાનું ટાળતા હોઇએ છીએ.
એડલ્ટ મૂવીઝ વિશે વાત કરતા વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે તમે આ વિષય પર આટલા ઓક્વર્ડ કેમ થાઓ છો. આ જીવનનો એક ભાગ છે. એક યુગમાં બધાએ જોયું છે, જો હું કહું કે મેં જોયું નથી તો હું ખોટું બોલી રહ્યો છું.
જે દેશમાં કામસૂત્ર લખવામાં આવ્યું છે, જે દેશમાં ખજુરાહોના મંદિરો છે અને ખજુરાહો મંદિર જોઈએ કેમ બનાવવામાં આવ્યા છે? તેની આધ્યાત્મિકતા જુઓ, તેમાં રહેલી સ્પષ્ટ બાબતો જુઓ તમે તેમાં ફક્ત વાસના ના જુઓ. મે ઇતિહાસમાં વાંચ્યું છે કે ખજુરાહોના મંદિર ગાંધીજીને પસંદ નહોતા કદાચ હું ખોટો હોઇ શકું છું. પરંતુ કદાચ ગાંધીજી આ વિષય પર વાત કરવા સહજ નહોતા. જો કે આ બાબત પર ચર્ચા કર્યા બાદ વિશાલ સોશિયલ મિડીયા પર અત્યારે ઘણા ટ્રોલ થઇ રહ્યા છે.