Anushka Sharmaને છોડી આ કોની સાથે લંચ પર ગયો Virat Kohli

હાલમાં Team India’s Star Player Virat Kohli અને તેની Actress Wife Anushka Sharma બીજી વખત માતા-પિતા બન્યા ત્યારથી તેઓ સતત લાઈમલાઈટમાં રહે છે. 15મી ફેબ્રુઆરીએ આ કપલે સરસમજાના દીકરા Akaayને લંડન ખાતે જન્મ આપ્યો હતો. પરંતુ હવે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો જેમાં તે લંડનના એક કેફેમાં તે દીકરી વામિકા સાથે લંચ કરવા માટે ગયો હતો.
વિરાટ કોહલીના જ ફેન દ્વારા સોશિયલ મીડિયા પર આ બાપ-દીકરીના સુંદર લંચ મોમેન્ટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ ફોટો શેર કર્યાની ગણતરીની મિનિટોમાં જ વાઈરલ થઈ ગયો હતો. ફોટોમાં દીકરી વામિકા તો લંચ કરવામાં વ્યસ્ત દેખાઈ રહી છે તો બીજી બાજું વિરાટ કોહલી પોતાનો ફોન ચેક કરી રહ્યો હતો.
સોશિયલ મીડિયા પર વામિકા અને વિરાટનો આ વાઈરલ થઈ રહેલો ફોટો જોઈને ફેન્સ એવી કમેન્ટ પણ કરી રહ્યા છે કે વામિકા કેટલી જલદી મોટી થઈ રહી છે. નેવી બ્લ્યુ અને સફેદ ચેક્સવાળું સ્વેટર અને લાંબી પોનીટેલમાં વામિકા એકદમ બાર્બી ડોલ જેવી લાગી રહી છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનએ દીકરી વામિકાની જેમ જ દીકરા માટે પણ એકદમ યુનિક નામ પસંદ કર્યું છે અને તેમણે દીકરાનું નામ અકાય રાખ્યું છે. આ શબ્દની ઉત્પતિ તૂર્કી ભાષામાંથી થઈ છે અને તેનો અર્થ ચમકી રહેલો ચંદ્ર એવો થાય છે. વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફેન્સ સાથે આ ગૂડ ન્યુઝ શેર કર્યા હતા ત્યારથી બંને જણ સતત લાઈમલાઈટમાં રહે છે.