મનોરંજનસ્પોર્ટસ

વિરાટ કોહલીએ 23 વર્ષીય એક્ટ્રેસનો ફોટો લાઈક કર્યો? Anushka Sharma જોશે તો…

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં આઈપીએલ-2025માં પોતાના શાનદાર પર્ફોર્મન્સથી ધમાલ મચાવી રહ્યો છે. હાલમાં જ ક્રિકેટર વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માનો બર્થડે પણ સેલિબ્રેટ કર્યો હતો, પરંતુ હાલમાં વિરાટ કોઈ બીજા જ કારણે ચર્ચામાં આવી રહ્યો છે વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર વિરાટના નામનો સ્ક્રીન શોટ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે વિરાટ કોહલીએ 23 વર્ષની એક્ટ્રેસનો ગ્લેમરસ ફોટો લાઈક કર્યો છે.

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ એવો દાવો પણ કરી રહ્યા છે કે વિરાટ કોહલીએ 23 વર્ષીય એક્ટ્રેસ અવનીત કૌરનો ફોટો લાઈક કર્યો છે, જે એક્ટ્રેસના ફેનપેજ પર પોસ્ટ કરી છે. એના કેટલાક સ્ક્રીનશોટ્સ પણ વાઈરલ થઈ રહ્યા છે, જેમાં એ પોસ્ટના લાઈક સેક્શનમાં વિરાટ કોહલીના એકાઉન્ટનું નામ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: પહલગામ હુમલા વિશે વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં લખ્યું કે…

આ પોસ્ટ વાઈરલ થતાં જ યુઝર્સ જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે આ વાઈરલ સ્ક્રીન શોટ પર કમેન્ટ કરતાં લખ્યું છે કે ભૂલથી થયું હશે. બીજા યુઝરે લખ્યું છે કે કદાચ તેના મેનેજરે લાઈક કરી છે. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે હવે આ છોકરી પણ ફેમસ થઈ જશે. બીજા એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધું કે અવનીત કૌર માટે તો આ કોઈ મોટું અચિવમેન્ટ છે.

આ પણ વાંચો: DC vs RCB: વિરાટ કોહલી અને કે એલ રાહુલ મેદાન પર ઝઘડી પડ્યા! જાણો શું હતું કારણ

જોકે, હજી સુધી એ વાતનો કોઈ પુરાવો નથી મળ્યો કે વિરાટ કોહલીએ જ આ ફોટો લાઈક કર્યો છે કે નહીં. આવો દાવો એક્ટ્રેસના ફેનપેજ દ્વારા કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ વિરાટ કોહલીએ અનુષ્કા શર્માના બર્થડે પર સ્પેશિય પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે તું અમારા જીવનના માર્ગદર્શન રોશની છે. અમે દરરોજ તમારા પાસેથી કંઈને કંઈક શીખીએ છીએ અને અમે તને ખુબ જ પ્રેમ કરીએ છીએ. હેપ્પી બર્થડે લવ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button