
ટીમ ઈન્ડિયાના કિંગ કોહલી તરીકે ઓળખાતા વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી બીજી મેચમાં જે રીતે ધૂઆંધાર સદી ફટકારી છે એ જોતા તેના ફેન્સ એવું કહી રહ્યા છે કે કિંગ કોહલીની અંદર હજી પણ ક્રિકેટ જ છે. સાઉથ આફ્રિકામાં ખિલાફ રાયપુરમાં પોતાના 53મી વનડે સેન્ક્ચ્યુરી ફટકારીને ક્રિકેટપ્રેમીઓને દિલ ખુશ કરી દીધું હતું. સેન્ક્ચ્યુરી બાદ વિરાટે જે સેલિબ્રેશન કર્યું એ બધાના દિલને સ્પર્શી ગયું હતું તો અનુષ્કાએ પણ જે રીતે પતિની જિતને સેલિબ્રેટ કરી એ પણ ધ્યાન ખેંચે એવું છે. આવો જોઈએ આખી સ્ટોરી વિસ્તારથી…
સાઉથ આફ્રિકા સામેની મેચમાં કિંગ કોહલીએ સેન્ક્ચ્યુરી ફટકાર્યા બાદ પોતાની વેડિંગ રિંગને કિસ કરીને સેલિબ્રેશન કર્યું. આવું કરીને વિરાટે પત્ની અને બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા માટેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. એક તરફ જ્યાં વિરાટે પત્ની અનુષ્કા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ત્યાં બીજી બાજુ અનુષ્કા શર્માની સોશિયલ મીડિયા પોસ્ટ પણ ચર્ચામાં આવી છે.

આ પણ વાંચો : વિરાટના હઠીલા ચાહકને મેદાનની બહાર લઈ જવા 12 જણ કામે લાગ્યા!
અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં વિરાટ કોહલીનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં વિરાટ બ્લ્યુ જર્સીમાં જોવા મળી રહ્યો છે અને તેના એક હાથમાં બેટ અને બીજા હાથમાં હેલ્મેટ છે. આ ફોટો વિરાટે સદી ફટકારી એ સમયનો છે. અનુષ્કાએ આ ફોટો સાથે એક હાર્ટનું ઈમોજી પણ શેર કર્યું છે. અનુષ્કાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
આ પહેલાં વિરાટ કોહલીના સેલિબ્રેશનનો એક ફોટો સામે આવ્યો હતો જેમાં વિરાટ કોહલી સદી ફટકાર્યા બાદ તેનું સેલિબ્રેશન કરતી વખતે પોતાની વેડિંગ રિંગને કિસ કરે છે. વિરાટનો આ ફોટો પણ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થયો હતો. વિરાટ અનેક ઈન્ટરવ્યુમાં પણ એ વાત કહી ચૂક્યો છે કે મુશ્કેલ સમયમાં અનુષ્કા શર્મા હંમેશા તેની સાથે ઊભી રહી છે અને તેને પ્રોત્સાહન આપ્યું છે.
આ પણ વાંચો : કોહલીના રંગમાં ભંગઃ સદીના સેલિબ્રેશન વખતે તેનો ચાહક સલામતી કવચ ભેદીને દોડી આવ્યો અને પગે પડ્યો
વિરાટ અને અનુષ્કાનો સંબંધ હંમેશાથી જ ફેન્સ માટે સેન્ટર ઓફ અટ્રેક્શન કહ્યું છે. બંને ક્રિકેટ અને બોલીવૂડના મોસ્ટ ક્યુટ અને એડોરેબલ કપલમાંથી એક છે. બંને જણ પોતાની પર્સનલ લાઈફને હંમેશા પર્સનલ રાખવાનું પસંદ કર્યું છે.



