મનોરંજન

વિરાટ-અનુષ્કાને ત્યાં ફરી બંધાશે પારણું? વિરુષ્કાના વાઇરલ વિડીયોએ ફેન્સને કર્યા વિચારતા

બેંગલુરુ: ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લાં ઘણાં દિવસોથી તેમની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. અનુષ્કા અને વિરાટના ઘરે બીજી વાર પારણું બંધાશે તેવી ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. ત્યાંજ હવે વિરુષ્કા બેંગલુરુમાં સ્પોટ થયા છે. બેંગલુરુનો વિરાટ અને અનુષ્કાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં અનુષ્કાના બેબી બંપ દેખાઇ રહ્યાં છે. એમ નેટીઝન્સ કહી રહ્યાં છે.

https://twitter.com/i/status/1722603714970861817


વિરુષ્કાના વાઇરલ વિડીયોમાં અનુષ્કા વિરાટ સાથે હોટલની બહાર ફરતી દેખાય છે. વિરાટે તેનો હાથ પકડક્યો છે. એમ પણ દેખાય છે. અનુષ્કાએ કાળા રંગનો શોર્ટ ફ્લેર્ડ ડ્રેસ પહેર્યો છે. જેમાં તેનો બેબી બંપ દેખાઇ રહ્યો છે એમ નેટીઝન્સ કહી રહ્યાં છે. વિરુષ્કાના આ વાઇરલ વિડીયો પર અનેક નેટીઝન્સે કમેન્ટ કરી છે.


અનુષ્કા અને વિરાટના આ વાઇરલ વિડીયો પર અનેક લોકોએ લાઇક અને કમેન્ટ કરી છે. એક જણે કમેન્ટ કરી છે કે, અનુષ્કા પ્રેગ્નેન્ટ છે? જ્યારે બીજાએ લખ્યું કે, જુનિયર વિરાટ આવવાનો છે અનુષ્કા પ્રેગ્નેન્ટ છે.


અનુષ્કા અને વિરાટને થોડા દિવસો પહેલાં મેટરનિટી ક્લિનીકની બહાર પાપારાઝીએ સ્પોટ કર્યા હતાં. પણ ત્યારે આ બંનેએ પાપારાઝીને ફોટો લીક ન કરવાની વિનંતી કરી હતી. અમે આ અંગે જલ્દી જ જાહેરાત કરીશું એમ વિરુષ્કાએ જે તે વખતે કહ્યું હતું. તેથી જ હવે વિરુષ્કાના ઘરે એક નાનકડા મહેમાનનું આગમન થવાનું છે એવી ચર્ચા સોશિયલ મીડિયા પર થઇ રહી છે.


વિરાટ અને અનુષ્કા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે, જોકે આ બાબતે બંનેમાંથી કોઇએ પણ સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button