નવી દિલ્હી: જાણીતા ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એક વખત માતાપિતા બન્યા છે. અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે, જ્યારે બંનેએ આ ખુશખબરીની જાહેરાત પણ કરી છે.
જાણીતું સ્ટારકપલ વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કાએ તેના ચાહકોને જબરદસ્ત ગૂડ ન્યૂઝ આપ્યા છે. ક્રિકેટની દુનિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ફરી એકવાર પિતા બન્યો છે, જેમાં અનુષ્કાએ દીકરાને જન્મ આપ્યો છે, જ્યારે તેની જાહેરાત અનુષ્કાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
છેલ્લા કેટલાય મહિનાથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ચર્ચામાં છે,જેમાં અગાઉ પણ ન્યૂઝ વાઈરલ થયા પછી તેને સત્તાવાર કોઈ સમર્થન મળ્યું નહોતું. એના અંગે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી ડિ વિલિયર્સે એક ઈન્ટરવ્યૂમાં એનું સિક્રેટ ખોલ્યું હતું. ત્યારબાદ એબી ડીવિલિર્યસની વાતને અફવા પણ ગણાવી હતી.
હવે બંનેએ સત્તાવાર પોતાના એકાઉન્ટ પર જાહેરાત કરીને બીજા બાળકના જન્મની ખુશીની વહેંચણી કરી છે. કપલના જોઈન્ટ એકાઉન્ટમાં લખ્યું છે કે પંદરમી ફેબ્રુઆરીના અમારા ઘરે બેબીબોયનો જન્મ થયો હતો વામિકાના નાના ભાઈ અકાયનો જન્મ થયો છે. આ ખુશખબરીની સાથે અમારે તમારા આશીર્વાદ અને શુભેચ્છા ઈચ્છીએ છીએ. ખાસ કરીને તમારી પાસેથી અમે અમારી પ્રાઈવસીનો આગ્રહ રાખીએ છીએ. સ્ટાર કપલના આ સમાચાર સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે. બીજી બાજુ આ પોસ્ટને અનેક અભિનેતા-અભિનેત્રીઓએ તેમને શુભેચ્છા આપી હતી.
જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ તાજેતરમાં હૅશટેગ સાથે ટવિટ કર્યું હતું કે, ‘મેડ ઈન ઇન્ડિયા’ એન્ડ ‘ટૂ બી બોર્ન ઈન લંડન.’