પ્રેમિકાને મળવા આવ્યો પ્રેમી, પરિવાજનોને જાણ થતાં કર્યું આવું… જૂઓ વીડિયો…
Viral News: સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે. જેમાં કેટલાક મજેદાર હોય છે તો કેટલાક વીડિયો વારંવાર જોવાનું મન થાય છે. પરંતુ કેટલાક વીડિયો એવા હોય છે જેને જોઈને આપણને બિલકુલ વિશ્વાસ નથી થતો. હાલ આવો જ એક વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પરિવારજનોના ડરથી પ્રેમિકાએ પ્રેમીને સુટકેસમાં બંધ કરી દીધો હતો. વીડિયો પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
પ્રેમીનો છુપાવ્યો એવી જગ્યાએ કે…..
સોશિયલ મીડિયા એક્સ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે પ્રેમી તેની પ્રેમિકાને મળવા ઘરે ગયો હતો. બંને શરીર સુખ માણતા હતા ત્યારે પરિવારજનોને જાણ થઈ હતી. જેથી તેઓ આવીને રૂમનો દરવાજો ખખડાવવા લાગ્યા. આ સમયે પ્રેમિકાએ તેના પ્રેમીને સુટકેસમાં પૂરી દીધો અને તાળું મારી દીધું. રૂમમાં તમામ સામાન વેરવિખેર અને સુટકેસને તાળું મારેલું હોવાથી પરિવારજનોને શંકા ગઈ. જેથી તેમણે જબરદસ્તીથી તાળું ખોલાવ્યું હતું.
વીડિયોમાં જોઈ શકાયછે કે છોકરીએ પહેલા તાળું ખોલવાની ના પાડી હતી પરંતુ દબાણ થતાં તેણે તાળું ખોલવું પડ્યું હતું. જેવું તાળું ખૂલ્યું કે તમાંથી એક છોકરો બહાર નીકળ્યો. છોકરાને જોતાં જ તેના ઘરવાળાના હોશ ઉડી ગયા હતા. જે બાદ હાજર લોકો તેને મારવા દોડ્યા હતા પરંતુ યુવતિએ વિરોધ કર્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.