મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Viral Video: Isha Ambaniના લગ્નમાં Radhika Merchantનો રૂઆબ જોયો કે…

અંબાણી પરિવાર (Ambani Family)ના નાના વહુરાણી એટલે કે રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતી હોય છે, પછી વાત એના સ્ટાઈલિશ આઉટફિટની હોય કે મોંઘી મોંઘી જ્વેલરીની. નેટિઝન્સ પણ તેના સ્ટાઈલ, સ્માઈલ અને સુંદરતાના વખાણ કરતાં થાકતા નથી. હાલમાં સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં લગ્ન પહેલાં અંબાણી પરિવાર અને એન્ટિલિયા સાથેનો તેનો સંબંધ કેવો હતો એની ઝલક જોવા મળી રહી છે-

આ પણ વાંચો: રાજસ્થાનમાં જુઓ ઈશા અંબાણીના સાસરિયાંની પૈતૃક હવેલી

અહીંયા તમારી જાણ માટે કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન પહેલાંથી જ અંબાણી પરિવારના રાધિકાના સંબંધો સારા હતા. અનંત અને રાધિકા સાથે ભણ્યા છે એટલે જ તે એન્ટિલિયામાં પણ આવતી જતી હતી. લગ્ન પહેલાં પણ અંબાણીઝની અનેક ઈવેન્ટમાં રાધિકા જોવા મળી હતી હતી. 2018માં જ્યારે ઈશા અંબાણીના લગ્નમાં પણ રાધિકાએ હાજરી આપી હતી.

View this post on Instagram

A post shared by Radhika Merchant Fanpage ❤️ (@radhikamerchaant)

ઈશાના જ લગ્નમાંથી રાધિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાધિકા ક્રીમ કલરના લહેંગામાં જોવા મળી રહી છે. ખુલ્લા વાળ અને ન્યુડ મેકઅપમાં રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. એટલું જ નહીં પણ આ વીડિયોમાં રાધિકા અંબાણી પરિવારના સભ્યની જેમ જ લગ્નમાં રુઆબથી મહાલતી જોવા મળી રહી છે. ક્યારેક જે ઘરના સભ્યની જેમ જવાબદારી ઉઠાવતી જોવા મળી રહી છે તો ક્યારેક તે સિક્યોરિટી સાથે કોઈ મુદ્દે ચર્ચા કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ભાજપ અને બન્ને શિવસેના વચ્ચે જૂનિયર અંબાણી મિડલમેન? મહારાષ્ટ્ર રાજકારણમાં ધણધણાટી

રાધિકા મર્ચન્ટની વ્યસ્તતા જોઈને જ લાગી રહ્યું છે કે અંબાણી પરિવારની વહુ બન્યા પહેલાંથી જ પરિવારની જવાબદારીઓ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. આ વીડિયો પર યુઝર્સ લાઈક્સ અને કમેન્ટ કરીને રાધિકાના વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ રાધિકાનો લૂક્સ જોઈને તે શું કહેવાનો પ્રયાસ કરી રહી છે એનું અનુમાન લગાવી રહ્યા છે. તમે પણ ના જોયો હોય તો રાધિકાનો આ વીડિયો જોઈ જ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button