Viral: 90s Star Anu Aggarwal’s Dance in Shorts
મનોરંજન

Viral Video: 90 ના દાયકાની આ અભિનેત્રીએ શોર્ટ પહેરીને કર્યો એવો ડાન્સ કે…

90ના દાયકામાં ફિલ્મ આશિકીથી રાતોરાત સ્ટાર બની ગયેલી અનુ અગ્રવાલ હાલમાં પોતાના વીડિયોને કારણે ખૂબ જ ચર્ચામાં છે. આ વીડિયોને કારણે અનુ ફરી એક વખત યુઝર્સના નિશાના પર આવી ગઈ છે. અનુ અગ્રવાલે સોશિયલ મીડિયા પર શોર્ટ ડ્રેસ પહેરીને ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈને યુઝર્સ ભડકી ઉઠ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. આવો જોઈએ આખરે એવું તે સું આ વીડિયોમાં…

click the photo and see the video

અનુ અગ્રવાલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવારનવાર ફોટો અને વીડિયો શેર કરીને યુઝર્સ સાથે કનેક્ટેડ રહેવાનો પ્રયાસ કરે છે. આ વીડિયો શેર કરીને અનુ અગ્રવાલે લખ્યું છે કે જમકર પાર્ટી કરો, મહેનત કરવું અને મેડિટેશન કરવું એ મારો મોટો છે. અનુ અગ્રવાલની ડ્રેસિંગ સ્ટાઈલ અને ડાન્સ કરવાની રીત યુઝર્સને ખાસ પસંદ નથી આવી.

આ પણ વાંચો : તૃપ્તિ ડિમરીની ચોરી પકડાઈ ગઈ, દિલની વાત શેર કરીને લખ્યું કે…

એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે પ્લીઝ અનુ તારો મોભો જાળવી રાખો. તું અમને આશિકીમાં ખૂબ જ સારી લાગી હતી, પ્લીઝ એને બરબાદ ના કરો. બીજા એક યુઝરે લખ્યું હતું કે ક્લાસી બનો. આ શું ફાલતુગિરી છે? ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આટલો ચીપ ડાન્સ કેમ કરી રહી છે? બીજી એક યુઝરે લખ્યું છે કે 2024 છે આ, 1990 નહીં મેડમ. તું ક્યારે મોટી થઈશ, આ બાળકોના ડ્રેસ પહેરવાનું બંધ કરો.

અત્રે ઉલ્લેખનીય છે કે આશિકી જેવી હિટ ફિલ્મ આપ્યા બાદ અનુ અગ્રવાલે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું, પણ એ ચાલી નહીં શકે. ત્યાર બાદ એક્ટ્રેસે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. 1999માં અનુ અગ્રવાલનો જીવલેણ એક્સિડન્ટ થયો બતો અને એને કારણે તે 29 દિવસ સુધી કોમામાં રહી હતી અને તેનો ચહેરો પણ બગડી ગયો હતો. આ એક્સિડન્ટને કારણે અનુ અગ્રવાલની યાદશક્તિ પણ જતી રહી હતી. થોડાક સમય પહેલાં જ એક ઈન્ટરવ્યુમાં અનુ અગ્રવાલે ફિલ્મોમાં કમબેક કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી.

Back to top button