'ઉત્તરન' ફેમ શ્રીજીતા ડેના વાયરલ વેકેશન ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ | મુંબઈ સમાચાર
મનોરંજન

‘ઉત્તરન’ ફેમ શ્રીજીતા ડેના વાયરલ વેકેશન ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

ટેલિવિઝનનની સંસ્કારી વહુ શ્રીજીતા ડે પોતાના સ્ટાઇલિશ ફોટાઓથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં શ્રીજીતા ડેએ સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનના ફોટા શેર કર્યા છે. તમે અહીં ઝલક પણ જોઈ શકો છો.

‘ઉતરન’ ફેમ અભિનેત્રી શ્રીજીતા ડે પોતાના સ્ટાઇલિશ અંદાજને કારણે સમાચારમાં રહે છે. દર વખતે તે પોતાના નવા લૂકથી ચાહકોના હોશ ઉડાડી દે છે. શ્રીજીતાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામના હેન્ડલ પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેના પર યૂઝરે પ્રતિક્રિયા આપી છે.

હાલ આ અભિનેત્રી યુરોપમાં પોતાની રજાઓનો આનંદ માણી રહી છે. અભિનેત્રી ચાહકો સાથે પોતાની ટ્રિપના અપડેટ્સ અને ફોટા શેર કરી રહી છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ તેણે પોતાના બિકિનીના લૂકથી બધાને દિવાના બનાવી દીધા હતા.

આ સુંદરીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર યુરોપ વેકેશનના નવા ફોટા શેર કર્યા છે. આમાં અભિનેત્રીનો સિઝલિંગ અવતાર જોઈને, ચાહકો તેના દિવાના બની ગયા છે. શ્રીજીતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

વાયરલ ફોટામાં અભિનેત્રી સફેદ બિકીનીમાં જોઈ શકાય છે. આ ફોટામાં અભિનેત્રીએ તેના ટોન્ડ બોડીને ખૂબ જ સારી રીતે ફ્લોન્ટ કર્યું છે. આ ફોટા જોઈને, ચાહકો ફરી તેમના દિલ દઈ બેઠા છે. અભિનેત્રીએ બીચ પર મજા માણતી વખતે તેના ઘણા ફોટા શેર કર્યા છે. સ્પેનમાં પતિ સાથે વેકેશન માણતી અભિનેત્રીના આ ફોટા પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

અભિનેત્રીએ સનગ્લાસ અને સફેદ શેલ ઇયરિંગ્સ સાથે પોતાનો લૂક પૂર્ણ કર્યો. તેણે ગ્લોસી મેકઅપ પણ કર્યો છે જે તેના લુકને વધુ નિખારે છે. શ્રીજીતા ડે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને દર વખતે તેના લુકથી તેના ચાહકોને પ્રભાવિત કરે છે. આ વખતે પણ, તેના લેટેસ્ટ ફોટાઓથી તે ચર્ચામાં છે.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button