પરિણીતીની ચૂડા સેરેમનીની વાઇરલ તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નને લગભગ અઠવાડિયું વીતી ગયું છે. હવે સોશિયલ મીડિયા પર ધીમેધીમે લગ્નની તસવીરો અને વીડિયો શેર થવા લાગ્યા છે. પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ ગયા અઠવાડિયે પરિણીતી ચોપરાની ચુડા સેરેમનીની એક સુંદર તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ સુંદર તસવીરને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જો કે હવે પોસ્ટ ડિલીટ કરી નાખવામાં આવી છે.
સુંદર પીળા સલવાર સૂટમાં કેમેરા સામે પોઝ આપતી વખતે પરિણીતી હસતી જોવા મળે છે. આ સાથે જ કેપ્શન લખ્યું હતું કે, “દુલ્હનને તેની ચૂડા સેરેમનીની શુભકામનાઓ.” ફોટો શેર થતાંની સાથે જ હાર્ટ ઇમોજીસ અને અભિનંદનની કોમેન્ટ્સ આવવા લાગી.
આ પહેલા પરિણીતીએ એક ખાસ ગીત ‘ઓ પિયા’ સાથે તેના ફેન્સને તેના લગ્નની ઝલક બતાવી હતી. આ ગીત તેણે પતિ રાઘવ ચઢ્ઢાને ભેટ તરીકે આપ્યું છે. વિડિયોની શરૂઆતમાં પરિણીતી તેની બારાતને જોતી વખતે છુપાઈને જાય છે. પછી રાઘવને આવતો જોઇને તે આનંદમાં ચીસો પાડે છે. આ ગીતમાં તેમના ફેરા સહિત ઘણી વિધિઓ જોવા મળે છે.