પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪મનોરંજન

વિનેશ ફોગાટ સાથે જે થયું તે માનવામાં આવે ખરું? Bollywoodની માનૂનીઓ નિરાશ અને કોપાયમાન

Paris Olympic 2024ની મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલ પહેલા વધુ વજન હોવાને કારણે વિનેશ ફોગાટ(Vinesh Phogat)ને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી, જેના કારણે દેશના ખેલ પ્રેમીઓ આઘાતમાં છે. ભારતનું ગોલ્ડ મેડલનું સ્વપ્ન આ રીતે રોળાઈ જશે તે સૌની કલ્પના બહારનું હોવાથી જાણે દેશ આખો આઘાતમાં સરી પડ્યો છે ત્યારે બોલીવૂડ સ્ટાર્સને પણ ઝટકો લાગ્યો છે. તેમણે તરત સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વાત શેર કરી છે.

અભિનેત્રી અને તાજેતરમાં જ મા બનેલી સ્વરા ભાસ્કર તો માનવા જ તૈયાર નથી કે માત્ર 100 ગ્રામ વજન વધારે હોવાથી છેલ્લી ઘડીએ ખેલાડીને ડિસ્કવૉલિફાઈડ કરી શકાય. તેણે લખ્યું કે આ 100 ગ્રામની સ્ટોરીને કોણ માનશે. જ્યારે હુમા કુરેશીએ પણ ટ્વીટ કરી આજીજી કરી છે કે આમાં કઈ થઈ શકે કે નહીં. વિનેશને ફાઈનલ રમવાની પરવાનગી મળવી જ જોઈએ.

તો તાપસી પન્નુએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું છે કે ખૂબ જ નિરાશાજનક વાત છે, પરંતુ આ મહિલાએ ગોલ્ડ મેડલ કરતા પણ વધારે મેળવવાની ક્ષમતા છે તે સાબિત કરી દીધું છે.

આ પણ વાંચો: વિનેશ ફોગાટે વજન ઘટાડવા વાળ કપાવ્યા, રક્ત આપ્યું અને દોરડા પણ કૂદ્યા હતા!

આખો દેશ વિનેશની સાથે છે અને આ રીતે તેનાં ડિસ્ક્વોલિફાઈડ થવા મામલે ચિંતિત પણ છે. સંસદમાં પણ આ વિશેની ચર્ચા ચાલી રહી છે તો આ નિયમોને આધીન છે કે પછી ભારત સામે કોઈ ષડયંત્ર થઈ રહ્યું છે, તેવા સવાલો પણ થઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button