તમન્ના ભાટિયાનો બોયફ્રેન્ડ રાશા સાથે મસ્તીની પળોમાં જોવા મળ્યો, તસવીરો જુઓ…
બોલીવુડમાં સ્ટારકિડની હમણા બોલબાલા છે, તેમાંય વળી શાહરુખ ખાન, અજય દેવગન કે રવિના ટંડન જ કેમ ના હોય. હાલમાં ટોચના સ્ટારના દીકરા-દીકરીઓની ફિલ્મોની જાણે મોસમ આવી ગઈ છે. રવિનાની લાડલી રાશા થડાનીએ હજી એક જ ફિલ્મ કરી છે, પણ તે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
Also read : પ્રાઈવેટ જેટથી મહાકુંભમાં પહોંચી સુપરસ્ટારની પત્ની, લગાવી સંગમમાં ડૂબકી
ચાહકો તેના વિશેની નાનામાં નાની વાતો જાણવા ઉત્સુક રહે છે. અજય દેવગનની ફિલ્મ ‘આઝાદ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર રાશા થડાની આ દિવસોમાં વિદેશમાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન અભિનેત્રી એકલી નહીં, પરંતુ તમન્ના ભાટિયાના બોયફ્રેન્ડ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.
રાશા થડાનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી. રાશાની આ તસવીરો દુબઈની છે. જ્યાં તે એકલી નહીં, પરંતુ વિજય વર્મા સાથે મસ્તી કરતી જોવા મળે છે. આ તસવીરોમાં વિજય અને રાશા બુર્જ ખલીફાની સામે ઊભા છે અને કેમેરા માટે અલગ-અલગ પોઝ આપી રહ્યા છે.
આ તસવીરો શેર કરતી વખતે રાશાએ કેપ્શનમાં લખ્યું હતું કે ‘ફક્ત પ્રવાસ સંબંધિત વસ્તુઓ… દુઃખનું કારણ એ છે કે ત્રીજો બંદૂકધારી ગુમ હતો. તમન્ના ભાટિયા તમને યાદ આવે છે એક ફોટોમાં રાશા અને વિજય સેલ્ફી લેતા જોવા મળ્યા હતા, જેમાં બંનેએ એક સરખા ચશ્મા પહેર્યા હતા.
Also read : ભાઇના લગ્નમાં છવાઇ ગઇ પ્રિયંકા ચોપરા અને બહેનો
વેકેશનની આ તસવીરોમાં રાશા સફેદ ટોપ સાથે કાર્ગો જીન્સમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. અભિનેત્રીના આ ફોટા સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. જેના પર ચાહકો પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. વિજય સાથે તેની મસ્તી પણ પસંદ કરી રહ્યા છે.