Happy Birthday: એવોર્ડ વિજેતા હોવા છતાં પગમાં સ્લીપર પહેરીને પણ નીકળી જાય છે સુપરસ્ટાર

સામાન્ય રીતે આપણને એમ હોય છે કે કોઈ હીરોઈન હોય તો તે ક્યાંય પણ નીકળે તેણે સજીધજી, મોઢામાં મેકઅપની કેટલીય લેયરો કરી, બ્રાન્ડેડ કપડા પહેરીને પણ નીકળવું પડે છે. જોકે માત્ર હીરોઈનો જ નહીં હીરો પણ આજકાલ સજીધજી, મેક અપ કરી કોઈપણ ફંકશન પાર્ટીમાં જતા હોય છે. તેમના પણ ખાસ ડીઝાઈન હોય છે. ત્યારે અમુક એવા કલાકારો પણ છે જે પોતાના બાહ્ય દેખાવથી સુપરસ્ટાર બન્યા નથી અને એટલા માટે તે એવોર્ડ ફંકશન હોય કે બોલીવૂડ પાર્ટી સાદા સીધા લૂકમાં પગમાં સ્લીપર પહેરીને પણ નીકળી જાય છે. આવા જ એક સુપરસ્ટારનો આજે 46મો જન્મદિવસ છે. જે સાઉથના સૌથી મોંઘા વિલન છે અને હવે હિન્દી ફિલ્મરસિયાઓને પણ ગમી ગયા છે, વિજય સેતુપતિ.
16મી જાન્યુઆરી, 1978ના રોજ તમીળનાડુમાં જન્મેલા વિજયે ફિલ્મજગતમાં આવતા પહેલા દુબઈમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કર્યાની સાથે સેલ્મમેન સહિતના પાંચેક જેટલી નાનીમોટી નોકરી કે કામ કર્યા છે. તે બાદ ફરી ભારત આવી તેમણે ફિલ્મોમાં કિસ્મત અજમાવી. પોતાની કદ કાઠીને લીધે રિજેસ્કશન કે બોડી શેમિંગ પણ સહન કર્યું. 2010માં થેનમુર્ક પરુવાકાટરુ ફિલ્મથી એમને ઓળખ મળી. સાઉથમાં નામ કમાયા બાદ તેમમે હિન્દી ફિલ્મજગતમાં પણ નામ કમાયું. 96 નામની તેમની હિન્દી ડબ ફિલ્મ દર્શકોને બહુ ગમી. તે બાદ કમલહસન સાથેની વિક્રમ અને આર માધવન સાથેની વિક્રમવેધા હિન્દી ફિલ્મદર્શકોએ માણી. ત્યારબાદ વિજય સેતુપતિ શાહદ કપૂરની સિરિઝ ફર્જીમાં દેખાયા. શાહરૂખની જવામાં દેખાયા અને હાલમાં કટરિના સાથે મેરી ક્રિસમસમાં પણ લોકોએ તેમને પસંદ કર્યા. હીરો પર ભારે પડે તેવા વિલનનો રોલ કરતા વિજય સેતુપતિ વ્યક્તિગત જીવનમાં ખૂબ સાદગીથી જીવે છે. તેમના કડાથી લઈને લૂક એક સામાન્ય માણસ જેવો જ હોય છે અને કોઈ તામજામ હોતા નથી. આજના સમયમાં શૉ બિઝનેસ સાથે જોડાયેલા સ્ટાર માટે આ સહેલું નથી, પરંતુ પોતાની પ્રતિભા અને મહેનતના જોરે ઊભા થયેલા વિજયે આમ કરી બતાવ્યું છે,. વિજયને તેમના જન્મદિવસે શુભકામના