મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ ‘The Family Star’ હવે ઓટીટી પર રિલીઝ થશે પણ જાણો ક્યારે?
મુંબઈ: વિજય દેવરાકોન્ડા અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ ‘ધ ફેમિલી સ્ટાર’ પાંચ એપ્રિલે થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી. જોકે આ ફિલ્મ લોકોને વિશેષ પસંદ નહીં આવતા 19 દિવસમાં બોક્સઓફિસના કલેક્શન પર પણ કમાણી કરવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મ ભલે કોઈ મોટી કમાલ કરી શકી નહીં તેમ છતાં ફિલ્મમાં વિજય દેવરાકોન્ડા અને મૃણાલ ઠાકુરની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી, જેથી હવે 20 દિવસ બાદ મેકર્સે ધ ફેમિલી સ્ટાર’ને ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
‘ધ ફેમિલી સ્ટાર’ના ઓટીટી રિલીઝની હવે જાહેરાત કરવામાં આવી છે. વિજય દેવરાકોન્ડા અને મૃણાલ ઠાકુરની કેમિસ્ટ્રી હવે લોકોને ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળવાની છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફિલ્મની પોસ્ટર શેર કરીને ફિલ્મના ઓટીટી રિલીઝની જાહેરાત કરવામાં આવી છે.
વિજય દેવરાકોન્ડા અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ ‘ધ ફેમિલી સ્ટાર’ 26 એપ્રિલે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર તમિલ અને તેલુગુ ભાષામાં સ્ટ્રીમ થવા જઈ રહી છે. ‘ધ ફેમિલી સ્ટાર’ના ઓટીટી રિલીઝના લઈને વિજય દેવરાકોન્ડા અને મૃણાલ ઠાકુરના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે લોકોને આ ફિલ્મ ઘરેબેઠાં જોવા મળશે, તેથી ફિલ્મ એમેઝોન પર શું કમાલ બતાવશે એ બાબતે 26 એપ્રિલ બાદ જ ખબર પડશે.
‘ધ ફેમિલી સ્ટાર’માં દિવ્યાંશા કૌશિક, અજય ઘોષ અને વાસુકી, વિજય દેવરાકોંડા અને મૃણાલ ઠાકુર ફિલ્મ જેવા કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મ 5 એપ્રિલ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એક મિડલ ક્લાસ ફેમિલીના છોકરાની સ્ટોરી છે. વિજય દેવેરકોંડા સાથે ડિરેક્ટર પરશુરામની આ બીજી ફિલ્મ છે, આ પહેલા બંનેએ ‘ગીતા ગોવિંદમ’માં સાથે કામ કર્યું હતું