સાત વર્ષ નાની એક્ટ્રેસને ભરી મહેફિલમાં કિસ કરી આ સુપર સ્ટારે, વીડિયો થયો વાઈરલ…

સાઉથના સુપર સ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના હાલમાં તેમની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવી રહ્યા છે. અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ કપલે સગાઈ કરી લીધી છે અને આવતા વર્ષે એટલે કે 2026માં બંને જણ લગ્ન કરી લેવાના છે. જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં વિજય 7 વર્ષ નાની એક્ટ્રેસને ભરી મહેફિલમાં હાશ પર કિસ કરે છે અને રશ્મિકા પણ શરમાઈ જાય છે.
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર સ્ટાર્સમાંથી એક બની ચૂક્યા છે. બંને જણ ફેન્સના ફેવરેટ બની ચૂક્યા છે. એવી ચર્ચા થઈ રહી છે કે કપલે ચોરીછૂપેથી સગાઈ કરી લીધી છે અને આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કરી લેશે.
આ પણ વાંચો : આ તારીખે લગ્નના બંધનમાં બંધાશે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા
જોકે, હજી સુધી રશ્મિકા કે વિજયે આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી કે ન તો કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરી. પરંતુ લાંબા સમયથી બંને જણના ડેટિંગની અફવાઓ ઉડી રહી છે. હવે સગાઈ અને લગ્નની વચ્ચે સોશિયલ મીડિયા પર કપલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેણે નેટિઝન્સનું દિલ જિતી લીધું છે.
સોશિયલ મીડિયા પર આ વાઈરલ વીડિયોમાં આ કપલ એક ઈવેન્ટમાં સાથે જોવા મળી રહ્યા છે. આસપાસમાં લોકોની ચિંતા કર્યા વિના વિજય દેવરકોંડાએ રશ્મિકા હાથને પકડી લે છે અને તેને કિસ કરવા લાગે છે. આ જોઈને આસપાસા લોકો પણ હસી પડે છે અને રશ્મિકા શરમાઈ જાય છે.
આ પણ વાંચો : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ કરી સગાઈ: જાણો ક્યારે થશે તેમના લગ્ન
નેટિઝન્સને બંને વચ્ચેનો આ પ્રેમ જોઈને એકદમ રાજીના રેડ થઈ ગયા હતા. ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે આ રીતે જાહેરમાં રશ્મિકાનો હાથ ચૂમીને વિજયે વેડિંગ ન્યૂઝને કન્ફર્મ કરી દીધી છે. ફેન્સ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…



