મનોરંજન

વિદ્યા બાલને કેમ એનું જ એકાઉન્ટ રિપોર્ટ અને બ્લોક કરવાની રિક્વેસ્ટ કરી?

સોશિયલ મીડિયા આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે. દુનિયાના બે અલગ અલગ ખૂણે બેઠેલા લોકોને નજીક લાવવાનું કામ સોશિયલ મીડિયા કરે છે અને આ જ સોશિયલ મીડિયા તમને મુશ્કેલીમાં મુકવાનું કામ કરે છે. આવી જ કંઈક પરિસ્થિતિમાં ઉહલાલા ગર્લ વિદ્યા બાલન ફસાયેલી છે. પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જિતી લેનારી વિદ્યા બાલન સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે ઈન્ટરેક્ટ કરતી હોય છે. પરંતુ હવે એક્ટ્રેસ ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની શિકાર થઈ છે. અહીંયા તમારી જાણ માટે કે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના ઘણા બધા ફોલોઅર્સ છે. આમ તો ફેન્સ ઘણી વખત પોતાના ફેવરેટ સ્ટાર્સના નામે ઈન્સ્ટાગ્રામ પર ફેન પેજ એકાઉન્ટ ચલાવે છે.

પણ વિદ્યા બાલનના નામે એક બીજું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. ખુદ એક્ટ્રેસે આ વાતની જાણકારી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આવી છે. વિદ્યા બાલને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે બધાને હેલો… પહેલાં ફોન નંબર અને હવે કોઈ મારા નામનું એકાઉન્ટ ચલાવી રહ્યું છે. આ એકાઉન્ટથી એ લોકોને મારું નામ આપીને કોન્ટેક્ટ કરી રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ વિદ્યા બાલનની ટીમે આ અંગે રિપોર્ટ કર્યું છે એટલું જ નહીં એક્ટ્રેસે તેના ફેન્સને પણ આ એકાઉન્ટને રિપોર્ટ કરીને બ્લોક કરવાની અપીલ કરી છે.

વિદ્યા બાલને પોતાની પોસ્ટમાં આગળ જણાવ્યું છે કે આ એકાઉન્ટ ચલાવનાર ઘણા લોકો સાથે વિદ્યા બાલન બનીને વાત કરી રહ્યો છે, તમે એને બિલકુલ એન્ટરટેઈન ના કરો. અહીંયા તમારી જાણ માટે કે આ પોસ્ટમાં વિદ્યા બાલને સ્પષ્ટપણે આ ફેક એકાઉન્ટને બ્લોક અને રિપોર્ટ કરવાની અપીલ કરી છે. વિદ્યા બાલન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના એકાઉન્ટ પરથી કોમેડી રીલ્સ વગેરે શેર કરતી હોય છે. ફેન્સને તેની આ રીલ્સ ખૂબ જ પસંદ પણ આવે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિદ્યા બાલન ટૂંક સમયમાં જ ફિલ્મ દો ઔર દો પ્યાર મેં જોવા મળશે. હાલમાં જ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે ઈલિયાના ડિક્રુઝ પણ જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button