રિતેશ દેશમુખના પુત્ર સાથે આ સ્ટારકિડનો વીડિયો થયો વાયરલ…

અભિનેતા રિતેશ દેશમુખ અને જેનેલિયાના બન્ને પુત્રો સોશિયલ મીડિયા પર ઓછા જોવા મળે છે. જોકે તેઓ જ્યારે પણ જોવા મળે છે ત્યારે હંમેશાં પાપારાઝીને નમસ્કાર કરતા અને ખૂબ જ શિસ્તમાં રહેતા જોવા મળે છે. ઘણીવાર અન્ય બાળકોના નખરા અને રિતેશના દીકરાઓની સરખામણી થાય છે અને દાદા મુખ્ય પ્રધાન અને માતા-પિતા આટલા સેલિબ્રેટેડ સ્ટાર હોવા છતાં તેઓ ખૂબ જ નમ્ર અને સંસ્કારી હોવાનું સોશિયલ મીડિયા પર કહેવાતું હોય છે.
Also read : Viral Video: પ્રીતિ ઝિન્ટા માતા સાથે પહોંચી કાશી વિશ્વનાથ મંદિર, કરી મહત્ત્વની વાત…
તાજેતરમાં જ રીતિકના દીકરાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ઑલ ઈઝ વેલ પર ડાન્સ કરતો જોવા મળે છે. તે ખૂબ ક્યૂટ લાગે છે. જોકે નેટીઝન્સની નજર તેની બાજુમાં ઊભેલી ક્યૂટ ગર્લ પર જાય છે. આ ગર્લ પણ એક સેલિબ્રિટીની જ છે. ફર્લવાળા પિંક ફ્રોકમાં જે છોકરી મસ્ત એક્સપ્રેશન્સ આપી ડાન્સ કરે છે તે સોહાઅલી ખાન અને કુનાલ ખેમુની દીકરી છે. બન્ને બાળકો ખૂબ ક્યૂટ લાગી રહ્યા છે. સ્કૂલ ફંકશનનો વીડિયો હોય તેમ લાગી રહ્યું છે અને બાળકો પોતે જ ગીત ગાઈ પર્ફોમ કરી રહ્યા છે.
Also read : પિતાના નિધનના છ દિવસ પછી પ્રિયંકાએ પાર્ટીનું કર્યું હતું આયોજનઃ માતાએ કરી નાખ્યું રિવીલ
સોશિયલ મીડિયા પર સ્ટારકિડ્ટના ફોટા અને વીડિયો ઘણા જ વાયરલ થાય છે. ફેન્સને તે જોવા પણ ગમે છે. જોકે તાજેતરમાં અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાઓ બાદ તેમણે તૈમૂર અને જેહના ફોટા વીડિયો ન લેવા અને વાયરલ ન કરવાની પાપારાઝીને સૂચના આપી છે, તો અભિનેતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પણ દીકરી રાહાના ફોટા વીડિયો ન લેવા કહ્યું છે. આ બધા કિડ્સ સોશિયલ મીડિયામાં સ્ટાર બની ગયા છે અને તેમના વીડિયોને કરોડો વ્યુઝ મળે છે.