Look Katrina…આટલી બધી છોકરીઓ વચ્ચે ઘેરાઈને શું કરી રહ્યો છે વિકી
વિકી કૌશલનો (vicky Kaushal) એક વીડિયો વાયરલ થયો છે, જે કેટ માટે ચિંતા જગાવે તેવો છે. વિકી સુંદર છોકરીઓ વચ્ચે ઘેરાયેલો છે અને ડાન્સ કરી રહ્યો છે.વિકીની એક ઝલક માટે છોકરીઓ જે પડાપડી કરી રહી છે તે તેની ફેન ફોલોઈંગ કેવી છે તે જણાવી રહી છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયોની ખૂબ ચર્ચા થઈ રહી છે. વિકી કૌશલ આ વીડિયોમાં ધૂમ મચાવી રહ્યો છે. તે તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત તૌબા-તૌબા પર ફિમેલ ફેન્સ વચ્ચે ડાન્સ કરતો જોવા મળે છે. આ દરમિયાન તેના ફેન્સ પણ તેની સાથે સેલ્ફી લેતા જોવા મળે છે. લોકો તેની ડેશિંગ સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેના ડાન્સ સ્ટેપ પણ લોકોને ડાન્સ કરવા મજબૂર કરી રહ્યા છે. હાલમાં આ વીડિયોના કારણે વિકી કૌશલ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.
વિકી કૌશલ હાલમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ બેડ ન્યૂઝ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે એમી વિર્ક અને તૃપ્તિ ડિમરી જોવા મળશે. આ ફિલ્મનું ગીત તૌબા-તૌબા ગઈ કાલે રિલીઝ થયું હતું જે લોકોને ગમી ગયું છે. આ ગીતમાં એક તરફ વિકી કૌશલ તેના ડાન્સ મૂવ્સથી ધૂમ મચાવતો જોવા મળ્યો હતો, તો બીજી તરફ તૃપ્તિ ડિમરી તેની સ્ટાઈલથી ધૂમ મચાવતી જોવા મળી હતી. ગીતમાં નવી જોડીની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. ફિલ્મના પ્રમોશન માટે વિકી હવે અલગ અલગ જગ્યાએ જઈ રહ્યો છે.
આ પન વાચો : Katrina Kaif આપશે good news? શુ કહ્યું પતિ વિકી કૌશલે
કોમેડી અને રોમાન્સથી ભરપૂર આ ફિલ્મનું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. આ ફિલ્મના નિર્માતા કરણ જોહર છે. આ ફિલ્મમાં વિકી અને તૃપ્તિ ઉપરાંત નેહા ધૂપિયા પણ અભિનય કરતી જોવા મળશે. વર્ષ 2019માં રિલીઝ થયેલી કરીના કપૂર અને અક્ષય કુમારની ફિલ્મ ગુડ ન્યૂઝની આ સિક્વલ છે. આ ફિલ્મ 19 જુલાઈએ રીલિઝ થશે. રીલિઝ થયા પછી જણાશે કે ફિલ્મ વિકી એન્ડ કાસ્ટ માટે ગૂડ ન્યૂઝ છે કે બેડ ન્યૂઝ.