તું હૈ તો મુજે ફીર ઔર ક્યા ચાહિયે…વિકીએ કેટને આ રીતે કહ્યું HBD
બી ટાઉનનું બેસ્ટ કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ હાલમા સમાચારોમાં ચમકી રહ્યું છે. બન્ને પેરેન્ટ્સ બનવાના હોવાની અટકળો સોશિયલ મીડિયા પર રોજ ચાલે છે. આ સાથે વિકી તેની ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે, પણ બિઝી શેડ્યુઅલમા તેને કેટ માટે સમય કાઢી બર્થ ડે વિશ આપતી પૉસ્ટ કરી છે. આ પૉસ્ટમાં બન્નેના પહેલા ક્યારેય ન જોઈ હોય તેવી તસવીરો છે.
પતિ વિકી કૌશલે કેટરિના કૈફને તેના 41માં જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. વિક્કી કૌશલે એક ખાસ પોસ્ટ શેર કરી અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને કેટરિનાની ઘણી રોમાન્ટિક તસવીરો પોસ્ટ કરી છે.
કેટરિના છેલ્લે વિજય સેતુપતિ સ્ટારર મેરી ક્રિસમસમાં જોવા મળી હતી. હાલમાં, કેટરિનાએ તેના આગામી પ્રોજેક્ટ અંગે કોઈ જાહેરાત કરી નથી અને તે તેનાં કોસ્મેટિક વ્યવસાય અને અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાનું જણાય છે. બીજી તરફ બેડ ન્યૂઝ ફિલ્મના પ્રમોશનમાં વિકી વ્યસ્ત છે.
આ પણ વાંચો : Katrina Kaif આપશે good news? શુ કહ્યું પતિ વિકી કૌશલે
વિકીએ કેપ્શનમાંલખ્યું છે કે તારી સાથે યાદો બનાવવી એ મારા જીવનનું પ્રિય કામ છે. હેપ્પી બર્થડે માય લવ!’ વિકીની પૉસ્ટ બાદ કમેન્ટ બોક્સમાં હાર્ટ ઈમોજીનો વરસાદ થઈ રહ્યો છે.
કેટરિના કૈફ હવે ફરહાન અખ્તરની ફિલ્મ જી લે ઝારામાં જોવા મળશે, જેમાં આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા જોનાસ પણ છે.