વિકી કૌશલ અને કેટરિના કૈફે બે મહિના બાદ રીવિલ કર્યું દીકરાનું નામ, સંસ્કૃત સાથે છે કનેક્શન…

બોલીવૂડના સૌથી ક્યુટ, અડોરેબલ કપલ વિકી કૌશલ અને કેટરીના કૈફ હાલમાં પેરેન્ટહૂડ એન્જોય કરી રહ્યા છે. નવેમ્બર, 2025માં એક દીકરાના માતા-પિતા બન્યા બાદ અત્યાર સુધી આ કપલે અત્યાર સુધી તેમના પ્રિન્સનું નામ અને ઓળખને છુપાવી રાખી હતી. ફેન્સ પોતાના ફેવરેટ કપલના લાડકવાયા દીકરાની એક ઝલક જોવા, તેનું નામ જાણવા માટે આતુર હતા. હવે બે મહિનાના લાંબા ઈન્તેજાર બાદ વિકી અને કેટરીનાએ ઓફિશિયલી દીકરાનું નામ રીવિલ કર્યું છે. ચાલો જોઈએ વિકી અને કેટરિનાએ પોતાના લાડકવાયા દીકરાનું શું નામ રાખ્યું છે-
બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને બોલીવૂડ એક્ટર વિકી કૌશલના ઘરે સાતમી નવેમ્બર, 2025ના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારથી જ કપલના ફેન્સએ જાણવા માટે આતુર હતા કે આ સ્ટાર કપલ પોતાના પ્રિન્સ ચાર્મિંગનું નામ શું રાખશે? હવે ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. કપલે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને દીકરાના નામની એનાઉન્સમેન્ટ કરી છે.
વિકી અને કેટરીનાએ તેમના પુત્રનું નામ વિહાન કૌશલ રાખ્યું હોવાની માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આપી છે. વાત કરીએ વિહાન શબ્દના અર્થની અને તે કઈ ભાષાનો શબ્દ છે એની તો વિહાન એ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વિહાનનો અર્થ થાય છે સવાર, સૂર્યોદય કે પછી એક નવી શરૂઆત. તમે પણ કપલની આ વાઈરલ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો-
વિહાન નામ તેની સાદગી અને ઊંડા અર્થને કારણે સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલિબ્રિટીઝમાં અત્યંત લોકપ્રિય થઈ રહ્યું છે. દીકરાના નામની એનાઉન્સમેન્ટ સાથે કપલે પુત્રનો હાથ પકડ્યો હોય એવો ખૂબ જ સુંદર અને મનમોહક તસવીર શેર કરી છે. આ પોસ્ટની કેપ્શનમાં તેમણે લખ્યું છે કે અમારા માટે પ્રકાશનું કિરણ. વિહાન કૌશલ. અમારી પ્રાર્થનાઓ સંભળાઈ છે. જિંદગી ખૂબ જ સુંદર છે. અમારી દુનિયા પળવારમાં બદલાઈ ગઈ છે. શબ્દોથી પરે અમે કૃતજ્ઞતા અનુભવીએ છીએ.
સોશિયલ મીડિયા પર કેટરિના અને વિકી કૌશલની આ પોસ્ટ તૂફાન વાઈરલ થઈ રહી છે. ફેન્સની સાથે સાથે જ બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સહિત અનેક બોલીવૂડ હસ્તીઓએ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી સાથે અભિનંદન પાઠવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફે નવમી ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનમાં શાહી ઠાઠથી લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ તેમના ઘરે પારણું બંધાયું છે. સપ્ટેમ્બર ૨૦૨૫ માં તેઓએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી અને નવેમ્બરમાં ‘વિહાન’ ના આગમન સાથે તેમનો પરિવાર પૂર્ણ થયો હતો.



