વિકી કૌશલ અને કેટરિના કૈફે શેર કર્યા Good News, કપલે પોસ્ટ કરીને કહ્યું કે અમે લોકો…

બોલીવૂડના મોસ્ટ ક્યુટ અને લવેબલ કપલ એવા વિકી કૌશલ અને કેટરિના કૈફના ફેન્સ માટે આ સમાચાર ખૂબ જ કામના છે, કારણ કે જે સમાચારની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આખરે તે સામે આવી ગયા છે. કેટબેબી અને વિકુએ આખરે પોતાના પેરેન્ટ બનવાની ગુડ ન્યુઝ સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં શેર કર્યા છે. ચાલો જોઈએ ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કરતાં વિકી અને કેટરિનાએ શું કહ્યું છે-
વિકી કૌશલ અને કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર એક સુંદર બેબી બંપવાળો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે અમને તમારી સાથે આ વાત શેર કરતાં આનંદ થાય છે કે અમે લોકો અમારા જીવનના નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે.
વાઈરલ થઈ રહેલાં આ પોસ્ટમાં જોવા મળે છે કે બંનેના હાથમાં એક પોલારાઈડ ફોટો જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં કેટરિના કૈફ વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે અને તેણે પોતાનો હાથ બેબી બંપ પર રાખ્યો છે. વિકીએ પણ તેને હોલ્ડ કરી છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને પેજથ્રી પર એ જ વાતની ચર્ચા ચાલી રહી હતી કે કેટરિના અને વિકીના ઘરે ગુડ ન્યુઝ છે. બસ ફેન્સ કપલ ઓફિશિયલી ક્યારે આની એનાઉન્સમેન્ટ કરે છે એની રાહ જોઈ રહ્યા હતા. હવે કપલે ઓફિશિયલી પ્રેગ્નન્સી એનાઉન્સ કરી છે.
વિકી અને કેટરિનાએ 2021માં લગ્ન કર્યા હતા અને બંનેએ રાજસ્થાન ખાતે એક ગ્રાન્ડ વેડિંગ સેરેમનીમાં ફ્રેન્ડ્સ અને ફેમિલીની હાજરીમાં લગ્ન કરી લીધા છે. હવે લગ્નના ચાર વર્ષ બાદ કપલ બેમાંથી ત્રણ થવા જઈ રહ્યું છે. ફેન્સ કપલની આ પોસ્ટ પર લાઈક અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સ કમેન્ટ બોક્સમાં તેમને શુભેચ્છા આપી રહ્યા છે.
આપણ વાંચો: અમિતાભ બચ્ચને ફેન્સનો સન્ડે ખાસ બનાવ્યો આ અંદાજમાં, વીડિયો થયો વાઈરલ…