મનોરંજન

આ બોલીવુડ અભિનેતા ભજવશે છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર: રાજ ઠાકરેએ કરી જાહેરાત

મુંબઇ: મનસે દ્વારા દર વર્ષે શિવાજી પાર્કમાં દિપોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દિપોત્સવમાં અનેક સેલિબ્રિટી પણ હાજર રહે છે. આ વખતે વિકી કૌશલ, રાજકુમાર હિરાણી, અભિજીત જોશી, સાજિદ નડિયાદવાલા, આશુતોષ ગોવારીકર દેવા સેલિબ્રિટી હાજર રહ્યાં હતાં. ત્યારે આ કાર્યક્રમમાં વિકી કૌશલ આગામી ફિલ્મમાં છત્રપિત સંભાજી મહારાજની ભૂમિકા ભજવશે તેવી જાહેરાત મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ કરી હતી.

મનસેના દિપકોત્સવમાં રાજ ઠાકરેએ વિકી કૌશલની પ્રશંસા કરી હતી. તે વખતે વિકીના લૂક બાબતે વાત કરતાં રાજ ઠાકરેએ કહ્યું કે, વિકીની એક નવી ફિલ્મ જલ્દી જ પ્રેક્ષકો સામે આવશે. આ ફિલ્મમાં વિકી કૌશલ ધર્મવીર સંભાજી મહારાજના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ માટે તે વિકી કૌશલ ખૂબ મહેનત કરી રહ્યો છે તેથી તેણે સાચે જ છત્રપતિ સંભાજી મહારાજ જેવી દાઢી પણ વધારી છે.


વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર ભજવનાર છે. આ ફિલ્મનું નામ છાવા હોવાનું કહેવાઇ રહ્યું છે. ઉપરાંત આ ફિલ્મમાં વિકી કૌશલ સાથે બોલિવુડ અભિનેત્રી રશ્મિકા મંદાના, આશુતોષ રાણા, દિવ્યા દત્તા અને અનિલ કપૂર મહત્વના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં ઔંરગઝેબના પાત્ર માટે અનિલ કપૂરને પૂછવામાં આવ્યું હોવાની ચર્ચા છે. વિકી કૌશલ હાલમાં સેમ બહાદૂર આ ફિલ્મને લઇને ચર્ચામાં છે. મેઘના ગુલઝાર આ ફિલ્મનું દિગ્દદર્શન કરી રહી છે. 1 ડિસેમ્બર 2023ના રોજ ફિલ્મ રીલીઝ થનાર છે. ટ્રેલર અને પોસ્ટર બહાર પડ્યા બાદ હવે લોકો આ ફિલ્મની આતૂરતાથી રાહ જોઇ રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button