આ સેલિબ્રિટી એક બર્થ ડે પાર્ટી માટે આટલા ખર્ચા કરે છે? જૂઓ અંકિતા લોખંડેએ શેર કરેલો વીડિયો...

આ સેલિબ્રિટી એક બર્થ ડે પાર્ટી માટે આટલા ખર્ચા કરે છે? જૂઓ અંકિતા લોખંડેએ શેર કરેલો વીડિયો…

શાહરૂખ ખાન કે સલમાન ખાનની બર્થ ડે પાર્ટીમાં પણ જેવો ચળકાટ નથી હોતો તેવો અભિનેત્રી અંકિતા લોખંડેના પતિ વિકિ જૈનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો છે. વિકિ બિઝનેસમેન છે એટલે તેની પાસે પૈસાની કમી નહીં હોય, પણ એક બર્થ ડે પાર્ટી માટે જે તામજામ કર્યા છે તે જોવા જોવા છે.

વિકીનો બર્થ ડે તો 1લી ઑગસ્ટે હતો, પરંતુ અંકિતાએ તેના વીડિયો આજે પોસ્ટ કર્યા છે. ઈન્સ્ટા પર પોસ્ટ કરેલો આ વીડિયો તમે જોશો તો સમજાઈ જશે કે પાર્ટીમાં બધા ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. અંકિતાએ ડેસ્ટિનેશન તો લખ્યું નથી, પણ કોઈ હાઈફાઈ લક્ઝુરિયસ વિલામાં આ સેલિબ્રેશન હતું.

અંકિતા સાથે ટીવી એક્ટ્રેસ નિયા શર્મા, શાલીન ભાનોટ, મનીષા રાની, ઈશા અને સમર્થ જુરૈલ પણ સામેલ હતા. બધાએ ધમાલ મસ્તી કરી. મ્યુઝિક બેન્ડે પણ કહ્યું કે પાર્ટીમા આવી મજા આવી નથી. અંકિતાએ અલગ અલગ આઉટફીટ્સમાં વીડિયો શેર કર્યા છે. પતિ વિકિ સાથે ડાન્સ કરતી અંકિતા એકદમ ક્યૂટ લાગે છે.

અંકિતાએ કેપ્શનમાં લખ્યું છે જે લોકો આવ્યા તેમનો આભાર, જે નથી આવી શક્યા તેમનો પણ આભાર ,પણ અમે તમને ખૂબ યાદ કર્યા.

પવિત્ર રિશ્તાથી જાણીતી બનેલી અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂત સાથેના બ્રેક અપ બાદ તૂટી ગઈ હતી. ત્યારબાદ તેની લાઈફમાં વિકી જૈનની એન્ટ્રી થઈ. બન્નેએ બિગ બૉસમાં ખૂબ ડ્રામા કર્યો અને ત્યારબાદ સેલિબ્રિટી રિયાલિટી શૉ લાફ્ટર શેફમાં પણ બન્ને સાથે દેખાયા હતા.

આ પણ વાંચો…અંકિતા લોખંડેને ટક્કર આપે છે તેની જ બહેન, જોઈ લો તેના ગ્લેમરસ લૂકને…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button