મનોરંજન

અંકિતા લોખંડે સાથે વિકીના લગ્ન એ તો… શોના સ્પર્ધકે કર્યો ચોંકાવનારો ખુલાસો…

સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-17માં અવારનવાર એવા ચોંકાવનારા ખુલાસા થતાં હોય છે. હવે ફરી એક વખત શોના એક કન્ટેસ્ટન્ટે શોના જ બે કન્ટેસ્ટન્ટની પર્સનલ લાઈફ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ કોણ છે આ કન્ટેસ્ટન્ટ અને કયા બે કન્ટેસ્ટન્ટની પર્સનલ લાઈફ વિશે તેમણે આ ખુલાસો કર્યો હતો એ-
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ શો પર અંકિતા લોખંડે અને વિકી જૈનની મમ્મીઓ આવી હતી અને એ સમયે પણ શોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. હવે આ જ બંને કન્ટેસ્ટન્ટની પર્સનલ લાઈફ વિશે શોની જ એક સ્પર્ધક ઈશા માલવિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે અંકિતાને પોતાની બહેન માનનારી ઈશા માલવિયા મન્નારા ચોપડા અને સના રઈસ ખાન સાથે મળીને વિકી જૈન અને અંકિતાના સંબંધો પર વાત કરે છે. આ વાતચીત દરમિયાન ઈશાએ જણાવ્યું કે કઈ રીતે વિકીએ તેને કહ્યું હતું કે અંકિતા લોખંડે સાથેના તેના લગ્ન એક ઈન્વેસ્ટમેન્ટ છે, આ કોઈ મેડ ઈન હેવન જોડી નહોતી. ઈશાએ માત્ર વિકી અને અંકિતાની પર્સનલ લાઈફ વિશે કમેન્ટ જ નહોતી કરી પણ તેણે બંને વિશે ખૂબ જ ગોસિપ પણ કરી હતી.

ઈશાએ એવું પણ કહ્યું હતું કે વિકી અને હું જ્યારે ફ્રેન્ડલી ચર્ચા કરી રહ્યા હતા ત્યારે મેં પૂછ્યું કે તમે નસીબ અને જીવન બંનેમાંથી કોના પર સૌથી વધુ વિશ્વાસ કરો છો તો તેમણે મને કહ્યું કે હું નસીબમાં નથી માનતો તો મેં એમને પૂછ્યું તો પછી અંકિતદીદીનું તમને મળવું એ ફિક્સ હતું? તમે બાળપણમાં જ નક્કી કરી લીધું હતું કે તમે અંકિતા લોખંડે સાથે લગ્ન કરશો? આ સવાલના જવાબમાં વિકીએ મ ને કહ્યું કે એ મારું નસીબ કે લક નહીં પણ મારું ઈન્વેસ્ટમેન્ટ છે.

ઈશા આગળ એવું પણ કહેતી સાંભળવા મળે છે કે જ્યારે મેં આ વાત સાંભળી તો હું ચોંકી ગઈ. એમણે જ મને જણાવ્યું કે કઈ રીતે તેઓ મુંબઈ આવ્યા અને એવા મિત્રો બનાવ્યા તે જે અંકિતાના પણ મિત્રો હોય. આ જ ફ્રેન્ડ્સના માધ્યમથી બંને જણ મળ્યા અને પછી ડેટિંગ કરીને લગ્ન કર્યા. મને એવું લાગે છે કે આ સંબંધને આગળ વધારવા માટે તેમણે મિત્રો બનાવ્યા હોય. ઈશાની આ વાત સાંભળીને મન્નારા કહે છે કે એનો અર્થ એવો થયો કે વિકીભાઈ એક સેલિબ્રિટી પાર્ટનરની શોધમાં હતા?


જોઈએ હવે ઈશાની આ ગોસિપ ઘરમાં કેવો અને કેટલો મોટો ધરતીકંપ લાવે છે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button