મનોરંજન

89 વર્ષના ધર્મેન્દ્ર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર, પરિવારજનોની અવરજવર વધી!

બોલીવૂડની દિગ્ગજ કલાકાર અને હી-મેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્રના ફેન્સ માટે ચિંતા કરાવે એવા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર એક્ટરને ગયા અઠવાડિયે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલમાં એક્ટરની તબિયત ખરાબ ચાલી રહી છે. દિગ્ગજ અભિનેતાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં પરિવારના સભ્યોની અવરજવર ખૂબ જ વધી ગઈ છે.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ધર્મેન્દ્રની તબિયત વધારે બગડી ગઈ છે અને તેમને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હાલમાં તો દિગ્ગજ અભિનેતા ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરી રહ્યા છે. જોકે, હજી સુધી હોસ્પિટલ કે પરિવારના સભ્યો દ્વારા કોઈ પણ હજી સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ત્રીજી નવેમ્બરના રોજ ધર્મેન્દ્રના બીજા પત્ની અને ડ્રીમગર્લ હેમા માલિનીએ પણ એક્ટરના હેલ્થને લઈને અપડેટ આપ્યું છે. એક્ટ્રેસ એરપોર્ટ પર સ્પોટ થઈ ત્યારે પેપ્ઝે તેમને ધર્મેન્દ્ર વિશે પૂછ્યું હતું અને ત્યારે હેમા માલિનીએ જણાવ્યું હતું કે તેઓ ઠીક છે હાલમાં.

આ જ વર્ષે એપ્રિલ મહિનામાં ધર્મેન્દ્રની આંખોની સર્જરી થઈ હતી અને કોર્નિયા ટ્રાન્સપ્લાન કરવામાં આવ્યું હતું. આ સિવાય તેમનું મોતિયાનું ઓપરેશન પણ થયું હતું. એ સમયે મુંબઈની એક હોસ્પિટલમાંથી બહાર આવતો તેમનો વીડિયો પણ સામે આવ્યો હતો અને આ વીડિયોમાં ધર્મેન્દ્રે પેપ્ઝને કહ્યું હતું કે મારામાં હજુ બહુ તાકાત છે અને મારામાં ગજી પણ જાન છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો 89 વર્ષે ધર્મેન્દ્ર એક્ટિંગમાં એક્ટિવ છે અને તેઓ છેલ્લે કૃતિ સેનન અને શાહિદ કપૂરની ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયામાં જોવા મળ્યા હતા. હવે તેઓ ફિલ્મ ઈક્કીસમાં પણ જોવા મળશે, જે 25મી ડિસેમ્બરના રિલીઝ થઈ રહી છે. આ સિવાય તેમની ફિલ્મ અપને ટુ પણ પાઈપલાઈનમાં છે.

આ પણ વાંચો…89 વર્ષીય દિગ્ગજ હીરો ધર્મેન્દ્રને આ શું થઈ ગયું? વીડિયો વાઈરલ થતાં ફેન્સે કહ્યું પ્લીઝ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button