શાહરુખની લાડલી Suhana Khan અંગે તેના કોસ્ટારે કર્યાં ચોંકાવનારા ખુલાસા…
મુંબઈઃ જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચિઝમાં સુહાના ખાન જોવા મળી હતી, જ્યારે તાજેતરમાં ફિલ્મમાં કોસ્ટારે સુહાન ખાન અંગે ચોંકાવનારી વાતો કરી હતી. અત્યારે વેદાંગ રૈના તેની આગામી ફિલ્મ જિગરાના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘જિગરા’માં વેદાંગ સાથે આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે. વેદાંગે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે સુહાના ખાન પણ જોવા મળી હતી.
આ પણ વાંચો : Suhana Khanએ કરી લીધું Break Up, Shweta Bachchanએ આપ્યું આવું Reaction…
વેદાંગે તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તેને તેની કો-સ્ટાર સુહાના ખાન વિશે શું પસંદ હતું અને શું બિલકુલ પસંદ નહોતું. વેદાંગે સુહાના વિશે કહ્યું કે, ‘મને તેના વિશે એક વાત ગમે છે કે તે તેની આસપાસના લોકો સાથે ખૂબ જ પ્રેમથી વર્તે છે. તે સેટ પર તૈયાર થવામાં સૌથી વધુ સમય લેતી હતી.
મોટા ભાગના લોકો ૧૫ મિનિટમાં તૈયાર થઈ જતા હતા અને પછી માત્ર સુહાના માટે ૪૦ મિનિટ રાહ જોતા હતા. અને ઘણી વખત, જ્યારે અમે ટેક લેતા હોઈએ, ત્યારે તેના વાળ અને મેકઅપની ટીમ અમને અટકાવતી અને કહેતી: ‘તેના વાળ બરાબર નથી’ આમાં સુહાનાનો વાંક નહોતો, ફિલ્મની જરૂરિયાત હતી.
વેદાંગે તેની કથિત ગર્લફ્રેન્ડ ખુશી કપૂર વિશે કહ્યું, ‘મને ગમે છે કે તે તેની આસપાસના દરેક લોકો સાથે ખૂબ જ પ્રેમાળ અને ઉદાર છે. મને લાગે છે કે આ એવી વસ્તુ છે જે હું સહન કરી શકું છું, પરંતુ ક્યારેક તે પોતાની જાત પર શંકા કરવા લાગે છે અને મને લાગે છે કે તેણે આવું ન કરવું જોઈએ. ‘જિગરા’ની વાત કરીએ તો આ ફિલ્મ ૧૧ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે.