‘શૈતાન’ની ઇન્સ્પિરેશન ગુજરાતી ફિલ્મ ‘વશ’ આવશે ઓટીટી પર, આ તારીખે થશે સ્ટ્રીમ
મુંબઈ: ડિરેક્ટર કૃષ્ણદેવ યાગ્નિકની ગુજરાતી ફિલ્મ ‘વશ’ની બૉલીવૂડમાં અજય દેવગનને કાસ્ટ કરીને ‘શૈતાન’ નામ સાથે રિમેક બનાવવામાં આવી હતી. ‘શૈતાન’ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પરફોર્મ કરવાની સાથે લોકોને પણ ખૂબ જ ગમી છે. જોકે ‘શૈતાન’ કરતાં ગુજરાતી ભાષામાં બનેલી ફિલ્મ ‘વશ’ને જોવા માટે લોકો વધારે ઉત્સાહિત છે. પરંતુ ‘શૈતાન’ દ્વારા ‘વશ’ના રાઇટ્સ ખરીદ્યા બાદ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ નહોતી કરવામાં આવી, પણ હવે આ ફિલ્મના ઓટીટી રીલીઝની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતી ફિલ્મ ‘વશ’ના હવે ઓટીટી પર રીલીઝ થવાની દરેક તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ‘વશ’ની રિમેક ‘શૈતાન’ હજુ પણ અમુક શહેરોના થિયેટરમાં ચાલી રહી છે. જોકે શેમારુમી (ShemarooMe) દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં ‘વશ’ના ઓટીટી રીલીઝ અંગે જાહેરાત કરવામાં છે.
શેમારુમીએ ઇનસ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ‘જે સ્ટોરીએ બૉલીવૂડ બ્લોકબસ્ટરને ઇન્સપાયર કરી તે તેમને ડraaવવા આવી રહી છે. થ્રીલરનો અનુભવ કરો. ‘વશ’નું પ્રીમીયર 26 એપ્રિલે થશે. એક અહેવાલ મુજબ ‘શૈતાન’ના મેકર્સ દ્વારા ‘વશ’ને ઓટીટી પર રીલીઝ કરવા માટે એક કરાર કર્યો હતો જે હવે સમાપ્ત થતાં ‘વશ’ હવે ઓટીટી પર રીલીઝ થવા જઈ રહી છે.
‘વશ’ની સ્ટાર કાસ્ટની વાત કરીયે તો તેમાં અભિનેતા હિતુ કનોડિયા, નીલમ પંચાલ, હિતેન કુમાર, જાનકી બોડીવાલા અને આર્યન સંઘવી લીડરોલમાં જોવા મળ્યા હતા. તો બૉલીવૂડ રિમેક ‘શૈતાન’માં અજય દેવગન, જ્યોતિકા અને જાનકી બોડીવાલા પણ જોવા મળી હતી.