અડધી રાતે Alia Bhattના રૂમમાં પહોંચી ગયો વરુણ ધવન, અંદરના નજારો જોઈને…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આજના ટોચના સ્ટાર્સની વાત કરતાં હોઈએ તો તેમાં વરુણ ધવન અને આલિયા ભટ્ટનું નામ સૌથી પહેલાં આવે. બંને જણે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી, જેને કારણે બંને વચ્ચે સારી એવી દોસ્તા છે. આજે અમે તમને બંનેનો એક એવો કિસ્સો સંભળાવાવ જઈ રહ્યા છે કે જેના વિશે સાંભળીને તમે ખુદ ચોંકી ઉઠશો. આવો જોઈએ શું છે આ કિસ્સો…
વાત જાણે એમ છે કે એક દિવસ વરુણ ધવન મોડી રાતે આલિયાના રૂમમાં પહોંચી ગયો અને ત્યાર બાદ રૂમની અંદરનો નજારો જોયા બાદ તે તે ખુદ પણ ચોંકી ઉઠ્યો હતો. વરુણ અને આલિયાએ એક સાથે ફિલ્મી કરિયરની શરૂઆક કરી છે એટલે બંને વચ્ચે મિત્રતા છે. બંનેની ઓનસ્ક્રીન જોડીને દર્શકોએ એટલી પસંદ કરી કે ત્યાર બાદ બંને જણે હમ્પટી શર્મા કી દુલ્હનિયા, બદ્રીનાથ કી દુલ્હનિયા, કલંક જેવી ફિલ્મમોમાં સાથે કામ કર્યું અને આ તમામ ફિલ્મમાં લોકોએ તેમના કામના વખાણ કર્યા હતા.
આ પણ વાંચો :હવે આલિયા ભટ્ટનો ભાઈ બનશે કપૂર પરિવારનો જમાઈ…
કપિલ શર્મામાં શો પર ફિલ્મ કલંકને પ્રમોટ કરવા પહોંચેલી આ જોડીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. વરુણે આલિયાના અનેક સિક્રેટ્સ ખોલ્યા હતા. વરુણે જણાવ્યું હતું કે જો કોઈ બાળક આલિયાને રાતના સમયે જુએ તો તે ચોક્કસ જ ગભરાઈ જાય. આ સાંભળીને શોના હોસ્ટ કપિલે પૂછ્યું કે આલિયા આખરે એવું તે શું કરે છે રાતે?
જેના જવાબમાં વરુણે જણાવ્યું કે હું એક વખત હું એક સીન રિહર્સ કરવા માંગતો હતો તો મેં વિચાર્યું કે આલિયા પાસે જાઉં. મેં જ્યારે એના રૂમમાં પહોંચ્યો તો એણે દરવાજો ખોલ્યો તો હું એકદમ ગભરાઈ ગયો. આલિયામાં ઘણી વિચિત્ર આદતો છે અને તેને રાતના સમયે ચહેરા પર માસ્ક લગાવે છે. તે પોતાના ચહેરા પર વ્હાઈટ માસ્ક લગાવે છે. જે દેખામાં એકદમ પ્લાસ્ટિક જેવો હોય છે. આ માસ્ક જોઈને બાળક શું હું ખુદ ડરી ગયો હતો.
વરુણની આ વાત સાંભળીને આલિયાએ જણાવ્યું હતું કે હું ચહેરાને ઠીક રાખવા માટે ચહેરા પર માસ્ક લગાવું છું. આ માસ્કને કારણે મારી સ્કીન સ્મુધ રહે છે, કારણ કે હું આખો દિવસ ગરમી અને તડકામાં શૂટ કરું છું.