મનોરંજન

Varun Dhawanએ Kiara Adwaniને કરેલી કિસ બાબતે કહી એવી વાત કે…

વરુણ ધવન હાલમાં પોતાની ફિલ્મ બેબી જોનને લઈને ખૂબ જ લાઈમલાઈટ છે. વરુણ ધવનની આ ફિલ્મ 25મી ડિસેમ્બરના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને લઈને જાત જાતની વાતો થઈ રહી છે. આ જ વરુણ થોડા સમય પહેલાં એક કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો હતો, જેના વિશે આપણે અહીં વાત કરીશું.

વાત જાણે એમ છે કે થોડાક સમય પહેલાં જ એક મેગેઝીનના કવર શૂટ દરમિયાન વરુણ ધવને કિયારા અડવાણીને કિસ કર્યું હતું. કિયારા અને વરુણનું આ ફોટોશૂટ ખૂબ જ વાઈરલ થયું હતું. અનેક ફેન્સનું એવું કહેતું હતું આ દરમિયાન કિયારા ખૂબ જ અનકમ્ફર્ટેબલ દેખાઈ રહી હતી. પરંતુ હવે આ મામલે વરુણે મૌન તોડ્યુ છે અને સ્પષ્ટતા કરી છે.

આ પણ વાંચો: વરુણ ધવન સહીત ‘Baby John’ની ટીમે મહાકાલ દરબારમાં હાજરી આપી; ભસ્મ આરતીમાં ભાગ લીધો

વરુણે પોડકાસ્ટ પર આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ કિસ પહેલાંથી જ પ્લાન હતી. ઈન્ટરવ્યુ લેનારે જ્યારે આ મામલે સવાલ કર્યો ત્યારે વરુણે તેનો જવાબ આપતા કહ્યું હતું કે સારું થયું તમે મને આ સવાલ કર્યો. આ કિસ પહેલાંથી પ્લાન હતી અને મેં અને કિયા બંનેએ આ ક્લિપ પોસ્ટ કરી હતી.

વરુણ ધવને જણાવ્યું હતું કે આ ડિજિટલ કવર માટે હતું અને કેટલાક એક્શન અને મૂવમેન્ટ ઈચ્છતા હતા. વરુણે આગળ કહ્યું હતું કે તે ખૂબ જ સારી એક્ટ્રેસ છે અને આ બધું કમ્પલિટલી પ્લાન્ડ હતું. હું કબૂલી લેત જો આ પહેલાંથી પ્લાન્ડ ના હોત. એક ઈવેન્ટ દરમિયાન કિયારાને મજાકમાં પૂલમાં ધકેલવાનો પ્રયાસ કર્યો હતો અને એ અનપ્લાન્ડ હતું. પરંતુ વાત કરીએ કિસની તો એ સંપૂર્ણપણે પ્લાન્ડ હતી.

આ પણ વાંચો: હવે કિયારા અડવાણી સાઉથની ફિલ્મમાં ધૂમ મચાવશે, કોની સાથે જોડી જમાવશે?

વાત કરીએ વરુણની આગામી ફિલ્મ બેબી જોનની તો તે તમિળ ફિલ્મ થેરીની ઓફિશિયલ રિમેક છે, જેમાં વિજય થલાપતિ જોવા મળે છે. બેબી જોનમાં વરુણ ધવનની સાથે સાથે જેકી શ્રોફ, કિર્તી સુરેશ અને વામિકા ગબ્બી મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સલમાન ખાન કેમિયો રોલમાં જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button