મનોરંજન

પાકિસ્તાની અભિનેત્રીને ફ્રોક પહેરીને પ્રી-બર્થડે સેલિબ્રેશન કરવાનું પડ્યું મોંઘું, શું થયું?

પાકિસ્તાની અભિનેત્રી તાજેતરમાં તેના મિનિ ફ્રોકને લઈને ચર્ચાનું કારણ બની છે, તેમાંય વળી તે પ્રીબર્થ-ડેના દિવસે પહેરેલ ફ્રોકને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ આકરી ઝાટકણી કાઢી હતી. બારમી તારીખના પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી ઉશના શાહની પ્રી-બર્થ-ડે પાર્ટીમાં પાકિસ્તાનની ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા કલાકારોએ હાજરી આપી હતી, જેમાં સનમ સઈદથી લઈને યશ્મા ગિલ સુધીના નામ સામેલ છે.

પ્રી-બર્થ ડે સેલિબ્રેશનમાં ઉશના શાહે બેજ રંગનું ઓફ-શોલ્ડર શોર્ટ ફ્રોક પહેર્યું હતું. આમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. ઉશનાએ આ આઉટફિટ સાથે મોતીનો હાર અને મેચિંગ ઈયરિંગ્સ પહેર્યા હતા. ઉશના કર્લી ખુલ્લા વાળમાં તે સુંદર લાગી રહી હતી. ઉશનાએ ગોગલ્સ પહેર્યા હતા અને તે પાર્ટીમાં તેના શાનદાર લૂકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ દરમિયાન ઉશના કેમેરા સામે અલગ અલગ પણ પોઝ આપતી જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પરની વાઈરલ તસવીરો ઉશના તેના પતિ હમઝા અમીન સાથે રોમાંસ કરતી જોવા મળી હતી. ક્યારેક હમઝા તેની સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો તો ક્યારેક ઉશના તેના પતિને કિસ કરતી પણ હતી. જોકે, ઉશનાના પ્રી-બર્થ ડે લૂકથી ઘણા લોકો નારાજ થયા છે. સોશિયલ મીડિયા પર નેટિઝન્સે અભિનેત્રીની પોસ્ટ પર ટિપ્પણી કરીને તેમની નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કર્યું હતું.

એક યુઝરે લખ્યું- ‘શરમ કરો, તમે મુસ્લિમ છો.’ બીજાએ ટિપ્પણી કરી હતી કે ‘અંગપ્રદર્શન કરવું એ આજે ફેશન બની ગઈ છે.’ આ સિવાય એક યુઝરે લખ્યું છે – ‘ઉશના શાહ દિવસે દિવસે બોલ્ડ બની રહી છે, જ્યારે તેની ડ્રેસિંગ સેન્સ ખરાબ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button