મનોરંજન

ચડ્ડી બનિયાન માટે 83 કરોડ….! જસ્ટિન બીબરનો લુક જોઈને યૂઝર્સે કર્યો ટ્રોલ

અંબાણી પરિવારમાં આજકાલ ઉજવણીનો માહોલ છે. અંબાણીના નાના પુત્ર અનંતના 12 જુલાઇના રોજ લગ્ન છે. અનંત-રાધિકાના લગ્ન હાલમાં ચર્ચાનો વિષય છે. જ્યાં જુઓ ત્યાં આ લગ્નની જ ચર્ચા છે. આખા સોશિયલ મીડિયા અને ગોસિપ ટાઉનમાં અનંત-રાધિકાના લગ્નની ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે તાજેતરમાં કેનેડાના પ્રખ્યાત સિંગર જસ્ટિન બીબરે અનંત-રાધિકાના મ્યુઝિક પર ધૂમ મચાવી હતી. જસ્ટિન આ ઘટના પછી પાછો જતો રહ્યો છે, પરંતુ હવે તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

કોણ છે એ સ્ટાક કીડ, જે જસ્ટિન બીબરને જોઇને પોતા પર કાબુ નહીં રાખી શકી, કર્યું કંઇક એવું….

અનંત-રાદિકાની સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે જસ્ટિન બીબરને બોલાવવામાં આવ્યો હતો. તેણે આ પરફોર્મન્સ માટે તગડી ફી પણ વસુલી હતી. એમ કહેવાય છે કે તેણે 2-4 કલાકના આ કાર્યક્રમ માટે 83 કરોડ રૂપિયાની ફી લીધી હતી. જસ્ટિનના કાર્યક્રમના જસ્ટિનના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે, જે હાલમાં ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. આ તસવીરોને કારણે જસ્ટિન ઘણે ટ્રોલ થઇ રહ્યો છે. તમે પણ આ ફોટા અને વીડિયોને જોશો તો તમને પણ જસ્ટિન બીબરને ટ્રોલ કરવાનું યોગ્ય જ લાગશે.

આ મ્યુઝિકલ નાઇટના જે ફોટા અને વીડિયો બહાર આવ્યા છે, તેમાં જોવા મળી રહ્યું છે કે જસ્ટિને માત્ર વેસ્ટ પહેર્યું છે. તેણે પોતાનું પેન્ટ એવી રીતે પહેર્યું છે કે તેની અંડરવેર પણ દેખાઈ રહી છે. તેના આવા લુકને કારણે નેટિઝન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આપણે આવું પહેરીએ તો તે ખોટું કહેવાય, પણ જસ્ટિન પહેરે તો ચાલે! અન્ય એક યુઝરે લખ્યું હતું કે તેનું પેન્ટ પણ ફાટી ગયું છે. કોઇ વળી કહી રહ્યું છે કે પહેલા રિહાના અને હવે આ! તો કેટલાક વળી કહી રહ્યા છે કે ભારતમાં આવા અંડરવેઅર જોવા મળતા નથી.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

જસ્ટિન બીબર પહેલા રિહાનાના લુકને લઇને પણ ઘણી ચર્ચા થઇ હતી. લોકોને રિહાનાનો લુક પણ પસંદ નહોતો આવ્યો. રિહાના કરતા જસ્ટિનને ઘણી વધારે રકમ ચૂકવવામાં આવી હોવા છતાં પણ તેનો આવો દેખાવ ખરેખર વિચિત્ર હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button