મનોરંજન

૩૪ વર્ષ મોટા અભિનેતા સાથે ડાન્સ કરવાનું ભારે પડ્યું ઉર્વશી રૌતેલાને, લોકોએ લખ્યુ…

બોલીવુડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશાં અલગ અલગ રીતે ચર્ચામાં રહે છે. આજકાલ અભિનેત્રી તેના ગીત ‘દબીડી-દબીડી’ માટે ચર્ચામાં છે. ‘ડાકુ મહારાજ’નું આ ગીત અને ઉર્વશી ઘણા કારણોસર ચર્ચામાં છે. પહેલું કારણ નંદમુરી બાલકૃષ્ણ અને અભિનેત્રી વચ્ચે ૩૪ વર્ષનો તફાવત છે અને બીજું ગીતના સ્ટેપ્સ છે. દબીડી દબીડીના ડાન્સ સ્ટેપ્સ સોશિયલ મીડિયા યુઝર્સને એકદમ અશ્લીલ જણાયા હતા.

Click the photo and see the video instagram

મંગળવારે ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ‘ડાકુ મહારાજ’ની સક્સેસ પાર્ટીમાં નંદમુરી બાલકૃષ્ણ સાથે ‘દબીડી-દબીડી’ પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં નંદમુરી સાથે ડાન્સ કરતી વખતે ઉર્વશી ઘણી જગ્યાએ અસહજ દેખાઈ રહી હતી. સોશિયલ મીડિયા પર યુઝર્સે આ અંગે કોમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે ‘ઉર્વશી સ્પષ્ટ રીતે અસ્વસ્થ જોવા મળી હતી અને તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.’ બીજાએ લખ્યું હતું કે ‘આ બિલકુલ રમુજી નહોતું. સર, આવું વર્તન કરશો નહીં એ તમારી દીકરી જેવી છે.’

આ પણ વાંચો : 44 વર્ષીય એક્ટ્રેસે સાઈડકટ આઉટફિટમાં આપ્યા એવા સિઝલિંગ પોઝ કે…

ઉર્વશી રૌતેલાએ પણ ગીતને લઈને સતત ટ્રોલ થવા પર પ્રતિક્રિયા આપી હતી. ઉર્વશી રૌતેલાએ લખ્યું હતું કે તેના માટે સાવ અલગ અનુભવ હતો અને અભિનેત્રીએ તેને કલા પ્રત્યેનું તેનું સમર્પણ ગણાવ્યું છે. તેણે વધુમાં કહ્યું કે સફળતાની સાથે આલોચના પણ મળે છે. લોકોના અભિપ્રાય આનો એક ભાગ છે. નંદમુરી ગરુ જેવા દિગ્ગ્જ સાથે કામ કરવું એ મારા માટે સન્માનની વાત છે.

ડાકુ મહારાજ, બોબી કોલી દ્વારા નિર્દેશિત અને નાગા વામસીના સિતારા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ નિર્મિત, નંદમુરી બાલકૃષ્ણ અને ઉર્વશી રૌતેલા સાથે બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં બોબી દેઓલ ફરી એક વાર ખલનાયકની ભૂમિકામાં છે. ફિલ્મ ૧૨ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button