10-12 લાખ રૂપિયા નહીં ઉર્વશી રૌતેલાના આ ગાઉનની કિંમત સાંભળશો તો…

ગ્લોબલ સુપર સ્ટાર, ક્વીન ઓફ કાન જેવા અને હુલામણા નામથી ઓળખાતી બોલીવૂડની સુંદર અને સ્ટાઈલિસ્ટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર ઉર્વશીના 100 મિલિયનથી વધુ ફોલોવર્સ થે અને સૌથી નાની ઉંમરમાં ફોર્બ્સ રિચ લિસ્ટમાં સામેલ થનારી ભારતીય તરીકે પણ ઉર્વશીના નામની નોંધ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ઉર્વશીની પોસ્ટ ગણતરીની સેકન્ડમાં જ વાઈરલ થઈ જતી હોય છે અને હાલમાં જ ઉર્વશીએ પહેરેલા ગાઉનની સાથે સાથે તેની કિંમતની પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે. આવો જોઈએ શું છે ખાસ ઉર્વશીના આ ગાઉનમાં…
ઉર્વશી રૌતેલાની સ્ટાઈલ અને સુંદરતા હંમેશા જ લાઈમલાઈટમાં રહે છે. તે જે કંઈ પણ પહેરે છે તે ખૂબ જ સુંદર લાગે છે. હાલમાં જ એક્ટ્રેસ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી જ્યાં તેણે ડિઝાઈનર યાનિના યુલિયા એટલે કે યાનિના કાઉચર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો ગાઉન પહેર્યો હતો. આ ગાઉનની કિંમત 25 લાખ રૂપિયા જેટલી હોવાનું કહેવાય છે. સફેદ ટ્યુલ અને કાળા ફૂલના વર્કવાળો આ કસ્ટમ ગાઉન તેને પરી જેવો લૂક આપ્યો હતો
સોશિયલ મીડિયા પર આ ગાઉનની કિંમત વિશે જાત જાતની ચર્ચા ચાલી રહી છે. 25 લાખ રૂપિયાની કિંમતનો આ ગાઉન નેટિઝન્સ માટે આશ્ચર્યનું કારણ બન્યું છે. 25 લાખ રૂપિયામાં તો સારામાં સારી કાર આવી જાય પણ ઉર્વશીએ ગાઉન માટે જ આટલા પૈસા ખર્ચી નાખતા એક વાત તો સ્પષ્ટ થઈ છે કે શોખ બડી ચીઝ હૈ…
ઉર્વશીના આ ગાઉનવાળા ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને ફેન્સ પોતાની ફેવરેટ સ્ટારનો આ અવતાર જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા. નેટિઝન્સે એક્ટ્રેસના આ ફોટો પર લાઈક અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. તમે પણ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…
આ પણ વાંચો - શું આલિયા ભટ્ટે પોતાની અટક બદલી? અભિનેત્રીની વાયરલ પોસ્ટથી મળ્યા સંકેત
વર્ક ફ્રન્ટની વાક કરીએ તો ઉર્વશી પાસે હાલમાં અનેક મોટા મોટા પ્રોજેક્ટ છે, જેમાં કમલ હસન અને શંકર સાથેની ફિલ્મ ઈન્ડિયન ટુ અને આફતાબ શિવદાસાની સાથેની કસૂર, અક્ષય કુમાર સાથેની ફિલ્મ વેલકમ 3, જસ્સી ગિલ સાથેની એક નવી ફિલ્મ, સની દેઓલ અને સંજય દત્તની ફિલ્મ બાપ, રણદીપ હુડ્ડાની ફિલ્મ ઈન્સ્પેક્ટર અવિનાશ 2 અને બ્લેક રોઝ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.