Private Video Leak થયા બાદ આ એક્ટ્રેસે આપી પ્રતિક્રિયા, કહી દીધી આવી વાત…
બોલીવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Bollywood Actress Uravshi Rautela) ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જે સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટ રહેતું હોય છે. છેલ્લાં કેટલાક સમયથી એક્ટ્રે પોતાના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. આ વીડિયોને પ્રાઈવેટ વીડિયો ગણાવવામાં આવ્યો હતો.
જોકે, બાદમાં એવો ખુલાસો થયો હતો કે આ વીડિયો એ ઉર્વશીનો પ્રાઈવેટ વીડિયો નહોતો, પણ તેની અપકમિંગ ફિલ્મ ઘુસપેઠિયા સાથે સંકળાયેલો એક વીડિયો હતો અને એને પ્રાઈવેટ વીડિયો કહીને પ્રમોટ કરવામાં આવ્યો હતો. હવે પ્રાઈવેટ વીડિયો લીક થયા બાદ પહેલી વખત ઉર્વશી રૌતેલાએ રિએક્શન આપ્યું છે અને તેણે સોશિયલ મીડિયા પર મોટી વાત કહી છે-
ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ફેન્સ સાથે સતત પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહી છે. હાલમાં જ તેમે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઘુસપેઠિયા સાથે સંકળાયેલી એક પોસ્ટ શેર કરી છે અને આ પોસ્ટમાં ઉર્વશી જોવા મળી રહી છે. આ પોસ્ટર શેર કરીને ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું છે કે અહીં કોઈ પણ સેફ નથી ના અમે, ના તમે અને ના આપણા સિક્રેટ્સ… આ પોસ્ટ સાથે જ ઉર્વશીએ ઘુસપેઠિયાનું ટ્રેલર શુક્રવારે રીલિઝ થશે એવી માહિતી પણ આપી હતી.
ફિલ્મની વાત કરીએ તો ઘુસપેઠિયા 9મી ઓગસ્ટના થિયેટરમાં રીલિઝ થવા જઈ રહી છે અને ફેન્સને ઉત્સુકતા છે કારણ કે તે પડદા પાછળ અને પડદા પર પણ ફેન્સને લલચાવતી રહે છે. ઘુસપેઠિયામાં ઉર્વશી રૌતેલા સિવાય વિનીત કુમાર સિંહ અને અક્ષય ઓબેરોય જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે.